ડીલીશિયસ વોલ વીટ કેરેટ મફીંસ

સામગ્રી  

Whole-Wheat-Carrot-Raisin-Muffins-2-Barbara-Bakes

* ૧/૪ કપ ઘઉંનો લોટ,

* ૧/૨ કપ મેંદાનો લોટ,

* ૨ ટીસ્પૂન વીટ બ્રેન,

* ૧/૪ કપ રેઈઝીન,

* ૨ ટીસ્પૂન ગાજરની પતલી સ્લાઈસ,

* ૧ ટીસ્પૂન બેકિંગ પાવડર,

* ૪ ટીસ્પૂન મેલ્ટ કરેલ બટર,

* ૩/૪ કપ મિલ્ક,

* ૫ ટીસ્પૂન બ્રાઉન શુગર,

* ૧ ટીસ્પૂન વેનીલા એસેન્સ,

* ૧/૨ ટીસ્પૂન ફ્રુટ સોલ્ટ,

* ૨ ટીસ્પૂન બ્રાઉન શુગર,

* ૨ ટીસ્પૂન દ્રાક્ષ.

રીત

Whole-Wheat-Carrot-Raisin-Muffins-Collage-Barbara-Bakes

મફીંન બનાવવા સૌપ્રથમ બાઉલમાં ઘઉંનો લોટ, મેંદાનો લોટ, વીટ બ્રેન, રેઈઝીન, ગાજરની પતલી સ્લાઈસ અને બેકિંગ પાવડર નાખીને બરાબર મિક્સ કરી લેવું. હવે એક બાઉલમાં મેલ્ટ કરેલ બટર, મિલ્ક, બ્રાઉન શુગર અને વેનીલા એસેન્સ નાખીને બરાબર મિક્સ કરી લેવું. પછી આમાં તૈયાર કરેલ મેંદાનું મિશ્રણ નાખી હલાવવું.

ત્યારબાદ આમાં ફ્રુટ સોલ્ટ નાખી સોફ્ટ રીતે મિકસ કરવું. હવે મફીનના મોલ્ડમાં પેપર કપ મૂકી મિશ્રણ નાખવું. આ કપને અડધા જ ભરવા. આની ઉપર ઝીણી સમારેલ ગાજરની સ્લાઈસ, બ્રાઉન શુગર અને દ્રાક્ષ નાખી ગાર્નીશ કરવું. હવે આને ઓવનમાં ૨૦૦ ડીગ્રી સેલ્સિયસમાં ૧૦ થી ૧૫ મિનીટ સુધી કૂક થવા દેવું. ત્યારબાદ તૈયાર છે વોલ વીટ કેરેટ મફીંસ.

Comments

comments


5,232 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 0