સામગ્રી
* ૧ ટીસ્પૂન બટર,
* ૩/૪ કપ અલગ અલગ કલરના કેપ્સીકમની સ્લાઈસ,
* ૧૧/૨ કપ બાફેલા પાસ્તા,
* ૧/૨ કપ દૂધ,
* સ્વાદાનુસાર મીઠું,
* ચપટી મરીનો ભૂકો,
* ૧/૪ કપ બાફેલી મકાઈના દાણા,
* ૨ ચીઝ સ્લાઈસ.
રીત
તવામાં બટર ગરમ કરવું અને તેમાં અલગ અલગ કલરના કેપ્સીકમની સ્લાઈસ નાખી મિક્સ કરી એકાદ મિનીટ સુધી કુક કરવું. પછી આમાં બાફેલા પાસ્તા નાખી મિક્સ કરી તેમાં દૂધ, સ્વાદાનુસાર મીઠું, ચપટી મરીનો ભૂકો, બાફેલી મકાઈના દાણા અને ચીઝ સ્લાઈસ નાખી ચારેક મિનીટ સુધી કુક થવા દેવું. ત્યારબાદ ગરમાગરમ સર્વ કરવું.