ડાયેટ સોડા પીવાની બંધ કરશો તો થશે 8 ફાયદા

If you stop drinking diet soda is 8 Advantages

ડાયેટ સોડા પીવાના કારણે તમને ઘણી બધી સમસ્યા થઈ શકે છે, ત્યારે જો તમે એનો ત્યાગ કરવાનો નિર્ણય કરો તો તેનાથી તમારી મોટાભાગની શારીરિક સમસ્યા હલ થઈ શકે છે, ડાયેટ સોડા તમે પીવાનું છોડો તો તમને કેવા ફાયદા થઈ શકે છે તે અહીં જણાવવામાં આવ્યા છે.

જો તમે ડાયેટ સોડા પીવાનું બંધ કરવાનું વિચારો છો તો તે એક ખુબ જ સારો વિચાર છે. કદાચ તમે તમારૂં વજન ઘટાડવાનું જે લક્ષ્ય છે તે સિદ્ધ નથી કરી શક્યા, અથવા તો તમે તમારા પેટમાં એના ઘટકોને વધુ સમાવવા નથી માંગતા, અથવા એ તમારા માટે સારી વસ્તુ નથી એ એકનું એક વાક્ય ઘણાવાર સાંભળીને થાક્યા છો. કોઈપણ કારણ હોય, પરંતુ ડાયેટ સોડાને અલવિદા કહેવાથી તમારા માથાથી લઈને પગના અંગુઠા સુધીના તમારા આરોગ્યમાં સુધારો આવશે. ડાયેટ સોડા બાબતે ચાલતું રિસર્ચ હજુ તેના પ્રારંભિક કાળમાં છે, પણ તેમાં જે બહાર આવ્યું છે તેને ધ્યાને લઈને તમે તમારી ડાયેટ સોડાનું કેન મુકીને તેને બદલે આઈસ ટી પીવાનું જે ચાલું કર્યું છે તે એક સારો નિર્ણય છે. તમે ડાયેટ સોડાનો ત્યાગ કરશો એટલે તમને ઓછામાં ઓછા આઠ ફાયદા થશે.

1. આધાશીશી (માઈગ્રેન) અદૃશ્ય થશે અને ધ્યાન વધુ તિવ્ર બનશે

ડાયેટ સોડાથી તમે માથાનો દુખાવો દૂર થશે એવું માનતા હોતો એ ખરેખર કામ કરતું નથી. હવે તમે તેને છોડી દીધી છે, જેવુ તમે ડાયેટ સોડા પીવાનું બંધ કરશો એટલે તમને થશે કે આટલા સમયમાં તમે પ્રથમવાર સ્પષ્ટપણે વિચારતા થયા છો. આમ થવાનુ કારણ એ છે કે તમે જે ડાયેટ સોડા પીતા હતા તેમાં વપરાતું અસ્પાર્ટમ નામક કૃત્રિમ ગળપણ તમારા મગજના રસાયણો, ચેતા તંત્રના સંકેતો અને મગજની સિસ્ટમને રૂંધે છે. એમ થવાથી તમે માથાનો દુઃખાવો, અસ્વસ્થતા અને અનિંદ્રાનો અનુભવ કરો છો એવું યુરોપિયન જર્નલ ઓફ ક્લિનીકલ ન્યુટ્રિશિયનનો એક રિવ્યુ જણાવે છે. એનિમલ સ્ટડીના 2013ના એક અભ્યાસ અનુસાર એક ઉંદરને જ્યારે ડાયેટ સોડા પીવડાવવામાં આવી ત્યારે તેના મગજના કોષને અને નાના મગજના ચેતાતંત્રને નુકશાન થયું હતું. જો તમે હજુ પણ ડાયેટ સોડા પીતા હો તો તેના કારણે તમારા શરીરને શું થઈ શકે છે તે તમે સમજી શકો છો.

2. સ્વાદગ્રંથીઓ વધુ સંવેદનશીલ બને છે

આ કોઈ માની લીધેલી વાત નથી પણ તમે જે રીતે ડાયેટ સોડાનો કાયમી વપરાશ બંધ કરો છો કે તરત જ તમને થશે કે તમારો ખોરાક વધુ સ્વાદિષ્ટ લાગતો થશે અને તેનો તમે વધુ આનંદ ઉઠાવતા થઈ જશો. આમ થવાનું કારણ એ છે કે તમે જે ડાયેટ સોડા પીતા હતા તેમાં ઉમેરાયેલા કૃત્રિમ ગળપણને કારણે તમારી સ્વાદગ્રંથીઓ દબાઈ જાય છે. એ જાણી લો કે ડાયેટ સોડામાં વપરાતું કૃત્રિમ ગળપણ અસ્પાર્ટમ આપણે જે રોજીંદી ખાંડ ઉપયોગમાં લઈએ છીએ તેના કરતાં 200 ગણું વધુ મીઠું હોય છે. જ્યારે અન્ય કૃત્રિમ ગળપણ સ્પ્લેન્ડા 600 ગણુ વધુ મીઠું હોય છે. જો કે મગજના સ્કેનથી એ ખબર પડે છે કે ડાયેટ સોડા મગજને મીઠાશ અનુભવવા દેતી નથી અને તેના કારણે ગળપણ પ્રત્યેની તેની તૃષ્ણા વધે છે. આ બાબતે તબીબો એમ કહે છે કે અમે પણ જોયું છે કે જ્યારે અમારો દર્દી ડાયેટ સોડા છોડી દે છે ત્યારે તેમની નાસ્તા પ્રત્યેની ઋચિ પણ બદલાઈ જાય છે. ડાયેટ સોડાનો ત્યાગ કરનારાઓ ખારી બિસ્કીટ કે વેફર્સ અથવા કોઈ મીઠી વસ્તુને બદલે તેઓ સફરજન અને ચીઝ ખાવાનું પસંદ કરે છે અને જવા તેઓ ફરી ડાયેટ સોડા ભણી વળે છે કે તરત તેઓ અસહ્ય ગળપણ ખાવા માંડે છે.

If you stop drinking diet soda is 8 Advantages

3 વજનકાંટો તમારી ઈચ્છાપૂર્તિ કરતો થઈ જાય છે

જો તમે વજન ઘટાડવા માંડે ડાયેટ સોડા પીતા થઈ ગયા હો તો જાણી લો કે તમે ડાયેટ સોડા પીવાનું છોડી દેશો તો તમારી ઈચ્છા પૂરી થશે. છેલ્લા 9 વર્ષ દરમિયાન થયેલો અભ્યાસ જણાવે છે કે જેઓ ડાયેટ સોડા પીએ છે તેવા યુવાનોના પેટ પર ચરબી જમા થવા માંડે છે. એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે રોજ ડાયેટ સોડા પીનારાઓને ધ્યાને લેતા એવું જોવા મળ્યું છે કે એક દશકામાં તેઓ સ્થૂળ થવાની સંભાવના 65 ટકા વધુ છે. ડાયાબિટીક કેરમાં છપાયેલા એક અહેવાલ અનુસાર રોજ ડાયેટ સોડા જેવા પીણા પીનારા લોકોના પાચનતંત્રમા સમસ્યા થાય છે, સાથે જે તેઓને સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, હાઈ ટ્રિગ્લાઈસેરાઈડ્સ થાય છે અને તે અંતે હૃદયરોગ અને ડાયાબિટીશ ભણી દોરી જાય છે.

4. હાડકાં મજબૂત બને છે

તમારા હાડકાંને જો તમે મજબૂત બનાવવા માંગ્યા હો અને તેમાં કદી ફ્રેકચર ન થાય તેવું ઈચ્છતા હો તો તમારે ડાયેટ સોડાનો ત્યાગ કરવો જોઈએ. 2014માં થયેલા એક અભ્યાસ અનુસાર મેનોપોઝની નજીકની વયે પહોંચેલી મહિલાઓ જો રોજ ડાયેટ સોડા પીતી રહે છે તો તેમના કૂલાના હાડકાંમાં ફ્રેકચર થવાની સંભાવના 14 ટકા વધી જાય છે. અન્ય એક અભ્યાસમાં જણાવાયું છે કે આધેડ વયની મહિલાઓ જો કોલા પીતી રહે છે તો તેમના કૂલાના હાડકાંમાં મીનરલની ઘનતા ઘટવા માંડે છે. એ બાબતે હજું ચર્ચા ચાલે જ છે કે સોડા કેવી રીતે આ અસર કરી શકે છે, પણ વિજ્ઞાન એવું સ્પષ્ટપણે કહે છે કે સોડા પીવાની ટેવ તમારા હાડકાંને નબળા બનાવે છે.

5. ખોરાક પ્રત્યેનો તમારો એટીટ્યૂડ બદલાઈ છે

ડાયેટ સોડામા કોઈ પણ પ્રકારની કેલોરી ન આવતી હોવાને કારણે લોકો તેને એકદમ છૂટથી પીએ છે અને તેઓ તેમાં કંઈ ખોટું ગણતા નથી. ડાયેટ સોડા પીનારા લોકોની ખોરાકની પસંદગી એકદમ ખરાબ હોય છે. તેઓ બર્ગર, ફ્રેન્ચફ્રાય, કેક અથવા બટાકાની ચીપ્સ એટલા માટે ખાઈ લે છે કે તેમને એવું લાગે છે કે તેઓ આ વધારાની કેલોરી પચાવી શકશે. આની સાથે ડાયેટ સોડા હોય એટલે તે એકદમ જ બિન આરોગ્યપ્રદ ખોરાક છે. કેટલાકવાર તમારી આખરાબ પસંદગી ધીરેધીરે આદત બની જાય છે. જ્યારે તમે સોફ્ટ ડ્રીકં પીવાનું શરૂ કરો છો તેની સાથે જ તમને જંક ફૂડની આદત પણ પડવા માંડે છે.

6. તમે મદિરાપાન સારી રીતે હેન્ડલ કરી શકો.

ડાયેટ સોડા તમને ઝડપથી પીતા કરી દે છે એ એક સત્ય છે. તમે રોજ સોડા પીતા હો અને જ્યારે તમે તેને આલ્કોહોલ સાથે મીક્સ કરીને પીઓ છો તો તમારૂ પેટ વધુ ઝડપથી ખાલી થતું હોય તેવું તમને લાગશે અને બ્લડ આલ્કોહોલની સાંન્દ્રતામાં સતત વધારો થતો રહે છે એવું અમેરિકન જરનલ ઓફ મેડિસિનમાં પ્રસિદ્ધ થયેલા એક ઓસ્ટ્રેલિયન અહેવાલમાં જણાવાયું છે. જે બારમાં દારૂને ડાયેટ કોલા સાથે મિક્સ કરેલા પીણા આપવામાં આવે છે ત્યાં લોકો વધુ ઉન્મત થઈ જાય છે. જો તમે મદિરાપાન કરતાં હો તો તમારા મટે તેમા મિક્સ કરવા માટે ક્લબ સોડા વધુ સારી ગણાશે.

If you stop drinking diet soda is 8 Advantages

7. ચરબી જમા થવાનું અને ડાયાબિટીસનું જોખમ ટળશે

લોકો ડાયેટ સોડા પીતા થાય ત્યારે તેમનું વજન કેમ વધી જાય છે એ બાબતે આપણા હોર્મોન સરસ વિરોધાભાષ રજૂ કરે છે. ડાયાબિટીક કેરમાં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જમતા પહેલા જો તમે બે તૃતિયાંશ ડાયેટ સોડા પી લો છો તો તમારું સ્વાદુપીંડ વધુ પડતી માત્રામાં ચરબી જમા કરતાં ઈન્શ્યુલિન છોડે છે. તમારા બ્લડ સુગરના લેવલને કન્ટ્રોલ કરવા માટે જ્યારે સ્વાદુપીંડે વધુ મહેનત કરવી પડે છે ત્યારે પાછલા ભાગેથી ડાયાબિટીસ માતુ ઘૂસાડવાની તૈયારી કરવા માંડે છે. હાલમાં જ જાપાનમાં થયેલા એક અબ્યાસમાં જાણવા મળ્યું હતું કે આધેડ વયના લોકો જ્યારે 1 કે તેથી વધુ ડાયેટ સોડા રોજ પીતા થઈ જાય તો તેમને 7 વર્ષના સમયગાળામાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શંભાવના વધી જાય છે.

8. કિડની સારી રીતે કામ કરવા માડે છે.

ડાયેટ સોડા છોડવાને કારણે તમારા શરીરના અવયવોની કામગીરી સુધરી જાય છે. તમારી કિડની ક્ષારને દૂર કરવાની તેની જે કામગીરી છે તેમાં ફરી પોતાની ઝડપ મેળવી લે છે, તમારૂં બ્લડ પ્રેશર સ્થિર બને છે. છેલ્લા 11 વર્ષમાં થયેલા સર્વે પર ધ્યાન આપવામાં આવે તો જે મહિલા બે કે તેથી વધુ ડાયેટ સોડા પીતી થઈ જાય છે તેમની કિડની ની કામગીરી ધીમી પડે છે.

Comments

comments


3,758 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 7