મૂળાની સીઝન શિયાળામાં એટલેકે ઠંડીમાં આવે છે. આ ખુબ જ ગુણકારી અને સરળતાથી મળતી શાકભાજી છે. ઠંડીમાં રોજ આનું સેવન કરવાથી પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરીન, ગંધક, આયોડીન અને લોહતત્વ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે.
દેખાવમાં આ જે રીતે સફેદ લાગે છે તેવી જ રીતે તેના ફાયદાઓ પણ સફેદ છે. અમેરિકી ૪૦૦ મિલિયન પાઉન્ડ મૂળા પ્રતિવર્ષ ખાઈને ખતમ કરી નાખે છે. આમાંથી મોટાભાગના લોકો સલાડના રૂપે આનો પ્રયોગ કરે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ…
* મૂળામાં વિટામીન એ, બી અને સી હોય છે. જે પેટ અને મૂત્ર વિકાર સિવાય અન્ય લાભો પણ પ્રાપ્ત કરે છે.
* મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ નાખીને નિયમિત રૂપે પીવાથી મોટાપો દુર થાય છે.
* મૂળાના પાંદડા કાપીને તેમાં લીંબુ નીચવીને ખાવાથી પેટ સાફ રહે છે અને સાથે શરીર સ્ફૂર્તિલું પણ બને છે.
* બ્લડપ્રેશર ના રોગીઓ માટે મૂળાને સલાડ રૂપે કાચો ખવડાવવાથી બ્લડપ્રેશર શાંત રહે છે. આ માઈગ્રેન ના મરીઝો માટે પણ સારો છે.
* મૂળા આપણા દાંતને મજબુત કરે છે. તથા હાડકાંમાં શક્તિ પ્રદાન કરે છે,
* મૂળા લોહીને સાફ (શુધ્ધ) કરે છે. જેના કારણે લીવર, પરશેવાની ગ્રંથીઓમાં ક્ષમતા વધી રહે છે. ઉપરાંતમાં આમાં પેશાબ વધારવાનો ગુણ રહેલ છે. આ પરશેવા દ્વારા વિશેલા તત્વોને બહાર કાઢે છે.
* આમાં વિશેષ રૂપે એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે ઘણા પ્રકારે કેન્સરને બચાવે છે. ખાસ કરીને પેટના કેન્સર ને.
* ઠંડીની સિઝનમાં શરદી અને ઉધરસનું સમસ્યા જો તમને રહેતી હોય તો તમારા ડાયેટમાં આને શામેલ કરવાની જરૂર છે. કારણકે આમાં anti-congestive ગુણ હોય છે. જે કફને દુર કરવામાં સહાયક છે.
* ગેસની સમસ્યા માટે આ રામબાણ છે. મૂળો અને ટામેટાનો સલાડ કે જ્યુસનું સેવન કરવાથી ગેસથી છુટકારો મળે છે.
* મૂળાના રસમાં દાડમનો રસ મેળવીને પીવાથી હિમોગ્લોબીન વધે છે. આ ઉપરાંત કાચા મૂળા પેટના કીડાઓને ખતમ કરે છે.
* પાણીમાં મીઠાનો રસ મેળવીને માથું ધોવાથી માથાના ઝૂ (ટોલા) દુર થાય છે. આ સિવાય વાળ પણ મુલાયમ અને મજબુત બને છે.