મહાન ક્રિકેટર અને રાજ્યસભાનો સાંસદ સચિન તેંડુલકર મહારાષ્ટ્ર અને મુંબઇ સાથે જોડાયેલ વિસ્તારમાં બનાવવામાં આવેલા ટોલ નાકાથી પરેશાન થઇ ગયો છે. સચિન તેંડુલકરે પોતાના પત્રમાં લખ્યુ છે કે “હું મુંબઇ સીટી આસપાસ ચાલનારા ટોલ નાકાના સંચાલનને લઇ ચિંતિત છું. હું તમને આગ્રહ કરીશ કે આ નાકાઓના સંચાલનના મોડલ વિશે ફરી વિચાર કરવામાં આવે. જેનાથી નાગરિકોને માનસિક અને શારીરિક પરેશાનીથી બચાવી શકાય.”
સચિને તાજેતરમાં જ ખારઘરમાં લગાવવામાં આવેલ નવા ટોલ નાકાનો ઉલ્લેખ કરતા મુંબઇની આસપાસ આવેલા ટોલ નાકાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. સચિને શહેરના કુલ 9 ટોલ નાકાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે ટોલ નાકાથી મુંબઇ આવનારા સામાન્ય લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે. સચિને 20 ફેબ્રુઆરીએ એમપી લેટર હેડ પર લખેલા પત્રમાં જણાવ્યુ છે કે શહેરના આ નાકાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા વધે છે જેની પર વિચાર કરવો જોઇએ.
ટોલ ટેક્સ વધારવા પર પણ ઉઠાવ્યા સવાલ
સચિને લખ્યુ છે, “શહેરના વિસ્તારની સાથે જ કેટલાક લોકો સેટેલાઇટ ટાઉન્સ જેવા વાશી અને થાણેથી રોજ આવન જાવન કરે છે. આ સમસ્યામાં ટોલ ગેટોની સંખ્યા વધારવાને બદલે તેની સંખ્યા ઓછી કરવા પર વિચાર કરવો જોઇએ. આ ટોલ નાકાને કારણે ટ્રાફિક જામની સમસ્યા વધી જાય છે. લોકોને વગર કારણે ટ્રાફિક જામમાં ફસાઇ કિમતી ઇંધન બાળવુ પડે છે જેને કારણે પ્રદૂષણનું સ્તર પણ વધી રહ્યું છે.” ટોલ નાકાની વધતી સંખ્યા સિવાય સચિને ટોલ ટેક્સ વસૂલીમાં વધારો કરાતા સવાલ ઉભા કર્યા છે. તેને જણાવ્યુ કે છુટ્ટા પૈસા ન હોવાને કારણે ટોલ ગેટ પર ટ્રાફિકની સમસ્યા સામાન્ય થઇ ગઇ છે. ત્યાં જ વાશી ટોલ નાકા પર ગત વર્ષે ચાર્જ વધારવામાં આવતા ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે. તમને જણાવી દઇએ કે ગત વર્ષે અહીં કારના ટોલ ટોક્સ વધારી 30થી 35 અને નાના ભારે વાહનોનો ચાર્જ 40થી વધારીને 45 રૂપિયા કરવામાં આવ્યો હતો.
પૂર્વ ક્રિકેટરે પોતાના પત્રમાં ટોલ રોડની ક્વોલિટીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેને લખ્યુ છે, ટોલ તો લેવામાં આવી રહ્યોં છે પરંતુ વાશી અને અઝરોલી બ્રિજ પર ટોલ રોડની ક્વોલિટી સારી નથી. રેડિયો ફિકવન્સી આઇડેન્ટીફિકેશન ટેકનીક લાવી ટોલ કલેક્ટ કરવામાં આવતા જામની સમસ્યા ઓછી થશે. દેશના કેટલાક ભાગોમાં આ સફળતા પૂર્વક કામ કરી રહ્યું છે.”
શિવસેના- રાજ ઠાકરે ઉઠાવતા રહ્યાં છે ટોલ ટેક્સ પર સવાલ
સચિન તેંડુલકર પહેલા શિવસેના અને રાજ ઠાકરેની પાર્ટીએ મુંબઇ અને મહારાષ્ટ્રના તમામ ભાગોમાં ફેલાયેલા ટોલ નાકાને લઇ કેટલીક વખત સવાલ ઉઠાવ્યા છે. શિવસેના અને મનસેના આ ટોલ ટેક્સ વિરૂદ્ધ ગત વર્ષે રાજ્યવ્યાપી અભિયાન પણ ચલાવવામાં આવ્યુ હતું. રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકર્તાઓએ કેટલાક ટોલ નાકા પર તોડફોડ પણ કરી હતી અને શિવસેનાએ પોતાના કાર્યકર્તાઓને જણાવી દીધુ હતુ કે તે ટોલ ટેક્સ ન આપે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર