- 1 કપ ચણાનો લોટ
- 2 મધ્યમ કદના ટામેટા ઝીણા સમારેલા
- 1 મધ્યમ કદની ડુંગળી ઝીણી સમારેલી
- 1/2 ઈંચનો આદુંનો ટુકડો સમારેલો
- 1 નંગ લીલું મરચું સમારેલું
- 1/2 કપ કોથમીર સમારેલી
- 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર
- 1 ચપટી હિંગ
- 1 ચપટી ગરમ મસાલો
- 1/4 ટીસ્પૂન હળદર
- 2 કપ પાણી
- મીઠું સ્વાદાનુસાર
- તેલ જરૂર મુજબ
રીત:
સૌપ્રથમ એક મોટો મિક્ષિંગ બાઉલ લો. તેમાં તેલ સિવાયની બધી જ સામગ્રી એક પછી એક ઉમેરતા જાવ. હવે તેમાં જરૂર પુરતું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરૂ તૈયાર કરો. આપણે પુડલા માટે જેવું ખીરૂ તૈયાર કરીએ તેવું, ઘટ્ટ રાખો. હવે એક નોન સ્ટિક પેનને ગરમ કરો. તેને એક ચમચી તેલ ઉમેરીને ગ્રીસ કરી લો. હવે તેમાં તૈયાર કરેલા ખીરામાંથી એક ચમચો પાથરો. ત્યાર બાદ તેને બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે ફ્રાય કરી લો. જરૂર લાગે તો થોડું તેલ કિનારીએ રેડો. ધીમા તાપે ઓમલેટને ફ્રાય કરવો. જેથી તે વધારે ક્રિસ્પી લાગશે. આ ઓમલેટને ગરમા-ગરમ ચા સાથે સર્વ કરો.