ટોફુ વેજીટેરિયન લોકો માટે છે સ્વાસ્થ્યવર્ધક, જાણો ફાયદા

Tophu are bracing for Vegiterian , his grasp on the benefits of eatingTophu are bracing for Vegiterian , his grasp on the benefits of eating

૨૦૦ વર્ષ પહેલાં ચીનમાં શોધાયેલું ટોફુ આજે દુનિયાભરમાં શાકાહારી લોકોનું મનપસંદ બની ગયું છે. એનો પોતાનો કોઈ સ્ટ્રોન્ગ સ્વાદ ન હોવાને કારણે એ મેરિનેશનથી કે બીજી પદ્ધતિઓ વડે દરેક ફ્લેવર અને સ્વાદને ખૂબ સરસ રીતે એબ્સોર્બ કરવાની ક્ષમતા ધરાવે છે જેથી એનો ઉપયોગ જુદી-જુદી રીતે કરી શકાય છે. ખાસ કરીને સૂપ, સ્ટાર્ટર તરીકે, જાતજાતના સોસમાં, ગ્રેવી વેજિટેબલમાં, અંદર ફીલિંગ તરીકે સ્ટફ્ડ કરીને, ફ્રાય કે મેરિનેટ કરીને પનીરની જેમ જ એનો ઉપયોગ કરી શકાય છે. એટલું જ નહીં, તેમાંથી મીઠી વાનગીઓ પણ બનાવી શકાય છે.

કોઈ ચાઇનીઝ રેસ્ટોરાંમાં ગ્રેવી વેજિટેબલ ઓર્ડર કર્યું હોય ત્યારે તેમાં નાખેલા સફેદ ચોસલાને જોઈ કોઈ પણ વ્યક્તિ એમ વિચારે કે ચાઇનીઝ લોકો પણ આપણું પનીર ખાવા લાગ્યા કે શું? તો એનો જવાબ છે કે પનીર નહીં ચાઇનીઝ પનીર છે, જેને ટોફુ અથવા બીન કર્ડ કહે છે. પનીર જેવું જ સફેદ રંગનું સોફ્ટ ચોસલું, જેનો દેખાવ જ નહીં, પરંતુ સ્વાદ પણ ઘણો ખરો પનીર જેવો જ હોય છે. ટોફુ સોયાબીનમાંથી બને છે. આ ટોફુમાંથી બનતી અઢળક વાનગીઓ રેસ્ટોરાંમાં પણ મળે છે તેમ જ ટોફુ સરળતાથી મળી રહે છે. જેથી આજે અમે તમને ટોફુ ખાવાના ફાયદા જણાવીશું.

પ્રોટીન ભરપૂર

Tophu are bracing for Vegiterian , his grasp on the benefits of eating

સોયાબીન, પાણી અને તેમાં આથો લાવવા માટે દહીં જેવો એક પદાર્થ ઉમેરી ટોફુ બનાવવામાં આવે છે. સોયાબીનમાંથી બનતું હોવાને કારણે તેમાં અઢળક માત્રામાં પ્રોટીન મળે છે.

હાફ કપ એટલે કે ૧૦૦ ગ્રામ ટોફુમાંથી ૧૦ ગ્રામ પ્રોટીન મળે છે. જેની સરખામણી કરીએ તો સામાન્ય ડેરીના હાફ કપ દૂધમાંથી ૫ ગ્રામ જેટલું પ્રોટીન મળે છે. સામાન્ય રીતે પુરૂષોને દિવસમાં ૫૬ ગ્રામ અને સ્ત્રીઓને દિવસના ૪૬ ગ્રામ પ્રોટીનની જરૂર રહે છે. જેમાંની ઘણી મોટી જરૂરિયાત ફક્ત ૧૦૦ ગ્રામ ટોફુમાંથી પૂરી થઈ શકે છે.

મિનરલ્સ વધારે પ્રમાણમાં હોય છે

Tophu are bracing for Vegiterian , his grasp on the benefits of eating

ટોફુમાંથી ફક્ત પ્રોટીન જ નહીં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ જેવાં ઘણાં મિનરલ્સ સારી માત્રામાં મળી આવે છે. ૧૦૦ ગ્રામ ટોફુમાંથી ૨૩૦ મિલીગ્રામ કેલ્શિયમ અને ૨ ગ્રામ જેટલું આર્યન મળે છે. આ ઉપરાંત ૧૮૬ મિલીગ્રામ જેટલું પોટેશિયમ અને ૧૫૨ મિલીગ્રામ જેટલું ફોસ્ફરસ પણ મળે છે. કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીન આ ત્રણનું અનોખું મિશ્રણ ભાગ્યે જ કોઈ શાકાહારી ખોરાકમાં ઉપલબ્ધ હોય છે. વળી, તેમાં કોલેસ્ટરોલ અને સોડિયમની માત્રા નહીંવત્ હોય છે, જે હેલ્થ માટે લાભાકારી છે. તેમાંથી આઇસોફ્લેવન્ટ મળે છે, જે વ્યક્તિના મૂડ-સ્વિંગને કાબૂમાં રાખે છે અને રેઝિસ્ટન્સ પાવર વધારે છે.

પનીર કે ટોફુ?

Tophu are bracing for Vegiterian , his grasp on the benefits of eating

આપણે જાણીએ છીએ તેમ દૂધ એ પહેલા ગ્રેડનું પ્રોટીન ગણાય છે સોયાબીનમાં પણ સારી માત્રામાં પ્રોટીન મળી આવે છે, પણ દૂધનું પ્રોટીન એના કરતાં થોડું સારું ગણાય, પરંતુ દૂધ જેને માફક આવતું ન હોય. ખાસ કરીને જે બાળકોને દૂધની એલર્જી હોય તેમના માટે ટોફુ સારો ઓપ્શન છે. આ ઉપરાંત જે લોકો પ્રાણીજન્ય ખોરાક લેતા ન હોય તેમના માટે પણ ટોફુ સારો ઓપ્શન છે.

ટોફુ ઘરે બનાવવું અઘરું છે, પરંતુ પનીર સરળતાથી ઘરે બને છે. જે લોકો બહારથી પનીર લાવે છે તેમાં ફેટની વધુ માત્રામાં હોય છે. આમ બહારનું પનીર ખાવા કરતાં ટોફુ ખાવું વધારે સારું છે, કારણ કે ટોફુ પનીરની કેલરીઝમાં લો ફેટ હોય છે, પરંતુ જો ઘરે સ્કીમ્ડ મિલ્કમાંથી બનાવેલું પનીર વાપરતા હો તો પનીર પણ તેટલું જ સારું છે, જોકે પનીરમાંથી પ્રોટીન અને કેલ્શિયમ મળે છે, પરંતુ ટોફુની જેમ આયર્ન તેમાંથી મળતું નથી.

સાચવવાની રીત

Tophu are bracing for Vegiterian , his grasp on the benefits of eatingTophu are bracing for Vegiterian , his grasp on the benefits of eating

ટોફુ આમ તો બજારમાં સરળતાથી મળતું હોય છે, પરંતુ એને સાચવીને રાખવું થોડું અઘરું છે, ટોફુ જો એમ ને એમ રાખીએ તો ચવ્વડ થવાની બીક રહે છે. ટોફુને હંમેશાં ફ્રિજમાં સાચવવું જરૂરી છે. ફ્રિજમાં પણ એને એ ડૂબી જાય એટલા પાણીની અંદર રાખવું અને દરરોજ એ પાણી બદલતા રહેવું પડે છે. આ રીતે રાખીએ તો ટોફુ લગભગ એક અઠવાડિયા સુધી આરામથી સચવાય છે. તેમ જ એને પકવવામાં પણ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે મોટા ભાગે ટોફુ સંપૂર્ણ ડિશ બની જાય એના પછી પાછળથી ઉમેરી ખૂબ ઓછી વાર પકવવામાં આવે છે.

Tophu are bracing for Vegiterian , his grasp on the benefits of eatingસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,978 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 4