આપબળે સફળ થનારી દુનિયાની આ ટોપ 5 મહિલાઓ

જ્યારે કોઇ વ્યક્તિ જીવનમાં સફળતા મેળવે છે ત્યારે તેમાં અનેક પ્રેરણાત્મક વાતો મળી આવે છે. પરંતુ જો વાત મહિલાની કરવામાં આવે તો ખાસ પ્રકારની સફળતા મેળવવામાં તેઓને ખાસ પ્રયાસ કરવા પડે છે. આજે અહીં એવી નામી મહિલાઓની વાત કરવામાં આવી છે કે જેઓએ આપબળે પોતાની અલગ ઓળખ બનાવી છે. પોતાના પતિ કે કોઇની ઓળખ સિવાય પણ તેઓ પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરી ચૂક્યા છે. જેના કારણે તેઓ ફોર્બ્સની યાદીમાં પણ સ્થાન મેળવી ચૂક્યા છે. આજે અહીં આવી પ્રેરણાત્મક મહિલાઓની વાત કરવામાં આવી છે કે જેઓએ અનેકગણી સફળતા મેળવી લીધી છે.

મિશેલ ઓબામા

Top 6: Impacts of its successful women in the world

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નામથી તો સૌ પરિચિત છે. અહીં તેમની પત્ની પણ મીડિયામાં ખૂબ જ નામ ધરાવે છે. મિશેલ પોતાની કેટલીક ખાસિયતોના કારણે પણ જાણીતી બની ચૂકી છે. તેમને દુનિયાની તાકાતવર મહિલાઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. ‘લેટ્સ મૂવ’ કેમ્પેન જે બાળકોના જાડાપણાની સમસ્યાને લઇને શરૂ કરવામાં આવ્યું છે તેનો વિકાસ કરવાનું કામ તેઓ કરી રહ્યા છે. તેને આગળ વધારવામાં મિશેલ ઓબામાનો ફાળો ઘણો મોટો છે.

દ રિચેસ્ટ ઓનલાઇનના જણાવ્યા પ્રમાણે મિશેલને 5 દિનની એશિયા ટ્રિપમાં દુનિયાભરની લાખો છોકરીને ભણવા માટે પ્રેરિત કરી છે. મિશેલનું નામ દુનિયાની સૌથી વધારે 25 પ્રેરણાત્મક મહિલાઓમાં સામેલ કરાયું છે. એટલું નહીં 2006માં વૈનિટી ફેર મેગેઝીનમાં મિશેલનું નામ દુનિયાની 10 બેસ્ટ ડ્રેસ્ડ લોકોમાં આવી ચૂક્યું છે. ફોર્બ્સ દ્વારા તેમનું નામ દુનિયાની 10 સૌથી પાવરફૂલ મહિલાઓમાં રાખવામાં આવ્યું છે.

શકીરા

Top 6: Impacts of its successful women in the world

આ દુનિયાની અન્ય તાકાતવર મહિલાઓમાંની એક છે. અહીં કોલંબિયન સિંગર અને રાઇટર શકીરાએ અનેકરેકોર્ડ્સ બનાવ્યા છે. એટલું જ નહીં તેઓએ હિપ્સ ડોન્ટ લાય સોન્ગની મદદથી 21મી સદીનો બેસ્ટ સેલિંગનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ‘વાકા વાકા’ના બેસ્ટ સેલિંગ વર્લ્ડ રેકોર્ડને પણ શકીરાએ બનાવ્યો છે. તે પહેલી એવી વ્યક્તિ છે જેના ફેસબુક પર 10 કરોડ ફોલોઅર્સ છે. સાથે શકીરા યુનિસેફની ગુડવિલ એમ્બેસડર પણ છે. એજ્યુકેશન સિસ્ટમને સપોર્ટ કરવાને માટે શકીરા બેયફૂટ ફાઉન્ડેશનની સાથે જોડાયેલી છે. ફોર્બ્સે શકીરાને દુનિયાની 81મી પાવરફૂલસ મહિલા ગણાવી છે.

એન્જેલિના જોલી

Top 6: Impacts of its successful women in the world

ફોર્બ્સ દ્રારા હોલિવૂડની આ અભિનેત્રીને દુનિયાની 54મી સુદર અને પાવરફૂલ મહિલા ગણાવવામાં આવી હતી. એન્જેલિના જોલી ત્યારે વધારે ચર્ચામાં રહી જ્યારે તેણે કેન્સરના ખતરાથી બચવાને માટે ઓવરીને હટાવી દેવડાવી હતી. સાથે તેમણે બ્રેસ્ટ કેન્સરના સેલ્સને વધારવાને માટે સર્જરી કરાવી ત્યારે પણ તે વધારે ચર્ચામાં રહી હતી. તેઓ અનેક સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર જોવા મળી છે.

સોફિયા વેરગારા

Top 6: Impacts of its successful women in the world

તમને જાણીને નવાઇ લાગશે પણ હાલમાં જ તેઓએ 57મી સૌથી પાવરફૂલ મહિલાનો અવોર્ડ મેળવ્યો છે. તેઓએ કરિયર તો હોલિવુડ અભિનેત્રી તરીકેની બનાવી છે. આ સિવાય સોફિયા વેરગારા ટીવીની સોથી વધારે કમાનારી અભિનેત્રી છે. થોડા સમય પહેલાં તે જયારે કોન્ટ્રોવર્સીમાં ફસાઇ હતી ત્યારે તેમણે ફિલ્મોને પ્રમોટ કરવા વિશે જણાવ્યું હતું, તેઓ પોતાના કામનું પ્રમોશન કરી શકે છે અને પોતાના પર્સનલ જીવનને શેર કરવાનું ટાળે છે.

બેયોંસ

Top 6: Impacts of its successful women in the world

2014માં બેયોંસને ફોર્બ્સના ટોપ 100 સેલેબ્સમાંની એક ગણવામાં આવી હતી અને સાથે એક વર્ષ પહેલાં બેયોંસને દુનિયાની 21 પાવરફૂલ મહિલાઓમાંની એક ગણાવાઇ હતી. આજકાલ તે સામાજિક કાર્યોમાં પણ પોતાનું યોગદાન આપી રહી છે અને સાથે તેમાં પોતાનો રસ દાખવી રહી છે. એક સફળ મહિલા તરીકે તેણે અનેક કાર્યો પાર પાડ્યા છે અને સારું નામ કમાયું છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,767 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 5