ટીપ્સ : જીવવું હોય તો શાનથી અને મરો પણ શાનથી જ!!

girl-with-balloons-joy-happiness-freedom-2560x1600-wide-wallpapers.net

એકદમ મસ્ત લાઈફ અને સારા મૃત્યુ માટે જરૂરી વાતો :-

*  સૌપ્રથમ સારા સ્વાસ્થ્યનું વધારે મહત્વ છે. જો તમારું સ્વાસ્થ્ય સારું ન હોય તો તમે ઠીક નથી રહેતા અને ઉદાસ રહો છો. બેટર હેલ્થ માટે તમે ડોકટર્સ પાસે ચેકઅપ કરાવી શકો છો. આના માટે લીલા ફ્રુટ્સ અને વેજીટેબલ ખાવા જોઈએ.

*  ઠીક ઠાક બેંક બેલેન્સ પણ લાઈફનો મહત્વનો હિસ્સો છે. સારી લાઈફ જીવવા માટે અમીર બનવાની જરૂર નથી પણ આપણી પાસે એટલું તો બેંક બેલેન્સ હોવું જ જોઈએ કે જેનાથી આપણે મનોરંજન કરી શકીએ. જેમકે, ફરવું, મુવીઝ જોવા, રેસ્ટોરન્ટમાં જમવું અને પહાડોમાં રખડવું વગેરે… ઉધારીમાં જીવે એ વ્યક્તિ પોતાની નજરમાં જ ખરાબ બની જાય છે.

*  સારા ફ્રેન્ડ પણ ઈમ્પોર્ટન્ટ છે. કહેવાય છે કે રૂમાલ તો ફક્ત આંસુઓ જ લુછે છે પણ બેસ્ટ ફ્રેન્ડ્સ આપણને દુઃખમાં જોતા જ દુઃખનું કારણ લુછી લે તેવા હોય તો જીવન ઘન્ય થઇ જાય.

*  લાઈફને મજેદાર બનાવવી હોય તો મેડિટેશન પણ જરુરી છે. આનાથી તમારા શરીરમાં નિયમિત રીતે ઉર્જાનું સંચાર થાય છે અને તમે આખો દિવસ ફ્રેશ મહેસુસ કરી શકશો.

*  મકાન નાનું હોય કે મોટું પણ પોતાનું મકાન પોતાનું કહેવાય. આનાથી તમને લાઈફમાં ઘણી બધી ખુશીઓ મળે છે. એક પ્રકારની હોપ રહે કે ખુદનું ઘર તો છે.

I_am_happy_by_BaBaBaker

*  લાઈફમાં આપણને સમજનાર પણ કોઈ વ્યક્તિ હોવું જોઈએ. આના માટે સારો લાઈફ પાર્ટનર હોવો જરૂરી છે. યોગ્ય જીવનસાથી શોધનાર વ્યક્તિની લાઈફ એકદમ ખુશખુશાલ હોય છે.

*  કોઈ તમારાથી આગળ નીકળી જાય કે તમારા કરતા તેમની પાસે વધારે રૂપિયા હોય તો તેનાથી બળવું નહિ પણ ખુશ થવું અને જેટલું હોય તેનાથી સંતોષ માનવો.

*  ગુસ્સો ન કરવો. દેશ-વિદેશના અમુક મહાન વ્યક્તિઓની અંદર ગુસ્સા નામનો કોઈ શબ્દ જ નથી હોતો. તેઓ તમામ વસ્તુઓને લોકોનાં ઓપીનીયન લઈને કરે છે. ગુસ્સાને કારણે પણ વ્યક્તિ ખરાબ બને છે.*

*  તમારામાં કોઈને કોઈ એવી સારી વાતો તો હોવી જ જોઈએ જેનાથી તમે ખુશ થાઓ અને તમને પોતાની જાત પર ગર્વ થાય. જેમકે વાંચવું, લખવું, ગાર્ડેનીંગ વગેરે… નકામી વસ્તુઓ પર લાઈફ બગાડવી એ તમારી સૌથી બરબાદી છે.

*  અંતિમ સમયે જયારે યમરાજ તમને લેવા આવે ત્યારે દુઃખ, શોખ વ્યક્ત કર્યા વગર તેમની સાથે ખુશીથી ચાલ્યા જવું. શોક, મોહના બંધનથી મુક્ત થઈને નીકળે છે. આનું જ નામ સફળ જીવન છે.

Comments

comments


11,727 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 9 =