ભારતની કેટલીક એવી ફરવાની જગ્યાઓ છે, જે ટૂરિસ્ટની નજરથી બચી રહી છે. આ પ્લેસ એવી છે કે જો તમે રોમાંચપ્રેમી છો તો તમે આ જગ્યાઓએ જરૂર જશો અને અહીંની ખાસિયતને વિશે જાણશો જે એડવેન્ચરથી ભરપૂર છે.
સંદાકફૂ (દાર્જિલિંગ) ઝેરી વૃક્ષોના જંગલ
સમુદ્રથી 3636 મીટરની ઉંચાઇ પર આ સંદાકૂક ભારતના દાર્જિલિંગમાં આવેલું છે. અહીં ખાસ કરીને ઝેરી વૃક્ષોની સાથે પહાડોની મજા લઇ શકાય છે. અહીં એકોનાઇટના વૃક્ષો જોવા મળે છે. દાર્જિલિંગ અને સિક્કિમના રૂટ પર સંદાકફૂના સિંગાલીલા રેન્જની ટ્રેકિંગને માટે જાણીતા છે. આ માટે તેને પેરાડાઇઝ ઓફ ટ્રેકર્સના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંથી એવરેસ્ટ, કંચનજંઘા, મકાલૂ અને લઓત્સેની ઊંચી જગ્યાઓને પણ જોઇ શકાય છે.
ધનુષકોટિ (તમિલનાડુ)
શ્રીલંકાથી માત્ર 18 કિલોમીટર પહેલાં તમિલનાડુના આ નાના ગામ, જ્યાં રામાયણના જમાનાના રામસેતુના અવશેષ છે, ત્યાં આવેલું છે. 1964માં આવેલા ચક્રવાતી તૂફઆનમાં અહીં એક ટ્રેન વહી ગઇ હતી. આ ગામમાં સડકના કિનારે એક બંગાળની ખાડી અને અન્ય તરફ અરબ સાગર છે. પ્રાકૃતિક છટાથી ભરેલું આ ગામ ખાલી ખાલી લાગે છે. આ માટે તેને ઘોસ્ટ ટાઉન ગણવામાં આવે છે.
દ્રાસ (લદાખ)
ખૂબ જ ઠંડી જગ્યા ગણવામાં આવે છે. અહીં મરખા ઘાટીમાં ખાસ કરીને લોકોને સાંભળવામાં આવે છે. અહીં ડ્રાસને ઓછા લોકો જાણે છે. ડ્રાસ એક સુંદર ઘાટી છે અને સાથે તે જોજી લા પાસથી શરૂ થાય છે. તેને માટે તેને ગેટવે ઓફ લદ્રાખ પણ કહેવામાં આવે છે. નદીની સાથે અહીં દૂર સુધી ફેલાયેલા બગીચાઓ પણ છે. દ્રાસ ઘાટી સમુદ્ર તટથી 10990 ફીટની ઉંચાઇ પર આવેલી છે અને સાથે અહીં પહાડોની ઉંચાઇ 16000-21000 ફીટ સુધીની છે. લોકોની નજરથી દૂર આ જગ્યાને દુનિયાની સૌથી ઠંડી જગ્યા ગણવામાં આવે છે. અહીં શિયાળામાં તાપમાન -45 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી જાય છે.
ચૂરુ (રાજસ્થાન)
આ જગ્યાએ ઠંડી અને ગરમી બંને વધારે રહે છે. રાજસ્થાન પર્યટકોને મનાવવા માટે આ રાજ્ય પૂરતું છે. અહીં ઉદયપુર, જયપુર અને જેસલમેર જેવા શહેર છે, જ્યાં અનેક જગ્યાઓ જોવા જેવી છે. તેમાંનું જ આ એક શહેર છે. ગરમીમાં અહીં તાપમાન 50 ડિગ્રી અને શિયાળામાં 0 ડિગ્રી સુધી પહોંચે છે. અહીંની સુંદર હવેલીની અલગ ઓળખ છે. અહીં આસપાસના શહેરોને ઓપન આર્ટ ગેલેરી તરીકે ઓળખવામાં આવે છે.
ઇમામબાડા (લખનૌ)
આ પ્લેસની ખાસિયત છે કે તે પિલર વિનાની ઇમારત છે. અહીં દૂર દૂરથી લોકો ફરવા સિવાય તેના છુપાયેલા રહસ્યને જાણવા પણ આવે છે. 18મી સદીમાં નવાબ અસફુદ્દોલાએ યુરોપિયન અને અરેબિયન આર્કિટેક્ચરને ધ્યાનમાં રાખીને બનાવ્યું હતું. આ ઇમારતમાં સેન્ટરમાં 50 મીટર લાંબો હોલ છે અને તેમાં કોઇ પિલર કે બીમ નથી. આ મેન હોલને ખાસ કરીને ઇન્ટર લોકિંગ બ્રિક વર્કથી બનાવવામાં આવ્યો છે. તેને ભૂલભૂલૈયાના નામથી ઓળખવામાં આવે છે. 1000 સીડીઓની સાથે તેમાં જવાને માટે એક ખાસ રસ્તો છે, તેને મુસીબતથી બચવાને માટે બનાવવામાં આવ્યો છે, આ ઇમારત સિવાય અહીં ગાર્ડન પણ જોવા લાયક છે.
અનંતપુર લેક મંદિર (કેરળ)
અહીં વેજિટેરિયન મગરમચ્છ જોવા મળે છે. આ મગરમચ્છ મંદિરના પરિસરમાં બનેલા તળાવમાં રહે છે. તેને વેજિટેરિયન કેટેગરીમાં રાખવામાં આવે છે. 9મી સદીમાં બનેલું આ મંદિર કેરળના કસરગોડમાં આવેલું છે. અહીં પુલ પર થઇને જવું પડે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર