જાણો… ભારતની આ નદીમાંથી નીકળે છે સોનું

Jharkhand Rivers exits gold, villagers earnings of Rs 4,000

ઝારખંડમાં ન માત્ર ધરતીના પેટાળમાં સોનાનો ભંડાર છે પરંતુ અહીંની નદીઓ પણ સોનું આપી રહે છે અને તે પણ ઘણા વર્ષોથી. જોકે, અહીંના લોકોને એ ખબર નથી કે રેતીમાં સોનું ક્યાંથી આવે છે. પરંતુ સુવર્ણ રેખા અને તેની સહાયક કરકરી જેવી નદીઓની રેતીમાં સોનાના કણો મળવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

આ નદીઓના કિનારે વસેલાં ગામના લોકો માટે સોનાના કણો રોજગારીનું સાધન બન્યાં છે. રેતીમાંથી સોનું કાઢવાની પ્રક્રિયા ઘણી જટીલ હોવા છતાં ગ્રામીણો આ કામ કરે છે. કેટલાંક પરિવારના લોકોને વારસામાં આ કામ મળ્યું છે.

Jharkhand Rivers exits gold, villagers earnings of Rs 4,000

3-4 કલાકની શોધખોળ દરમિયાન સોનાના પાંચ કણ મળે છે

ઝારખંડના તમાડ વિસ્તારના પુરનાનગર, નોઢી, તુલસીહીડ, કડરુડીહ વગેરે ગામના લોકો નજીકમાંથી પસાર થતી કરકરી નદીની રેતીમાં સોનું નિકાળે છે. આ કામ વર્ષ દરમિયાન શરૂ રહે છે. વરસાદના દિવસોમાં નદીમાં પાણીનું સ્તર વધી જવાના કારણે થોડાં દિવસો માટે સોનું શોધવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવે છે.

Jharkhand Rivers exits gold, villagers earnings of Rs 4,000

સવારે જમાવાનું બનાવ્યાં બાદ લોકો અહીં સોનું શોધવા ઉમટી પડે છે. 3-4 કલાકની શોધખોળ બાદ સોનાના ચાર-પાંચ કણો મળે છે. સોનાના આ કણો ચોખાના દાણા જેવડાં હોય છે.

મહિને 4000ની કમાણી

સ્થાનિક સોનીઓ 80-100 રૂપિયા પ્રતિ કણના હિસાબે ખરીદી કરે છે અને બાદમાં તેને રાંચી બજારમાં પ્રતિ કણ 250-300ના ભાવે વેચી દે છે. આ રીતે સોનું વીણતો એક વ્યક્તિ દર મહિને સરેરાશ 4000 રૂપિયા કમાઈ લે છે.

Jharkhand Rivers exits gold, villagers earnings of Rs 4,000

કઈ કઈ નદીમાંથી નીકળે છે સોનાના કણો

ભૂવૈજ્ઞાનિકોના કેહવા મુજબ સ્વર્ણરેખા અને કરકરી જેવી નદીઓ તેમના ઉદગમ સ્થળેથી નીચે આવતાં ઘણી ટેકરીઓ સાથે અથડાય છે. આ દરમિયાન તેમાં સોનાના અતિ સુક્ષ્મ કણો ભળી જાય છે. આ કણોને ગામ લોકો વીણે છે. માત્ર સ્વર્ણરેખા અને કરકરી જ નહીં પરંતુ કોયલ અને દામોદર જેવી નદીઓના કેટલાંક ખાસ વિસ્તારોમાં પણ સોનાના કણ મળે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,224 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 1