ઝટપટ બનાવો પોટેટો ચિપ્સની સબ્જી

સામગ્રી

maxresdefault

* ૩ કપ પોટેટોની લાંબી ચિપ્સ કરેલ,

* ૧૧/૨ ટેબલ સ્પૂન ઓઈલ,

* ૩ ટેબલ સ્પૂન કાજુના ટુકડા,

* ૧/૨ ટેબલ સ્પૂન આખુંજીરું,

* ૧ ટેબલ સ્પૂન ખસખસ,

* ૧ ટેબલ સ્પૂન તલ,

* ૧/૨ ટેબલ સ્પૂન હળદર,

* ૧ ટેબલ સ્પૂન લાલ મરચું,

* ૧ ટેબલ સ્પૂન સાકર,

* ૧/૨ ટેબલ સ્પૂન લીંબુનો રસ,

* સ્વાદાનુસાર મીઠું.

રીત

સૌપ્રથમ તવામાં પોટેટોની લાંબી ચિપ્સ તળવી. આ ચિપ્સ આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળવી અને એક પ્લેટમાં કાઢી લેવી. હવે સબ્જી બનાવવા માટે એક તવામાં ઓઈલ નાખી ગરમ થયા બાદ કાજુના ટુકડા નાખીને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતડવા. પછી આમાં આખુંજીરું, ખસખસ, તલ, હળદર અને લાલ મરચું નાખીને મિક્સ કરી લેવું.

ત્યારબાદ આ મિશ્રણમાં ફ્રાઈ કરેલી પોટેટો ચિપ્સ, સાકર, લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેવું. આ પોટેટો ચિપ્સને એકથી બે મિનીટ સુધી ઘીમાં તાપે કુક થવા દેવી. ત્યારબાદ તૈયાર છે પોટેટો ચિપ્સની સબ્જી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,676 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 7 =