સામગ્રી
* ૧/૨ ટીસ્પૂન ઓઈલ,
* ૧ કપ ઢોસાનું બેટર,
* ૨ ટીસ્પૂન પિઝ્ઝા સોસ,
* ૧/૨ કપ ડુંગળીની પતલી સ્લાઈસ,
* ૧/૨ કપ કેપ્સીકમની પતલી સ્લાઈસ,
* ૧/૨ કપ ટીસ્પૂન છીણેલ મોઝેરેલા ચીઝ.
રીત
નોનસ્ટીક ને ગેસ પર મૂકી ગરમ થાય એટલે તેને ઓઈલ થી વચ્ચે ની સાઈડ ગ્રીસ કરવું. બાદમાં તેલવાળા ભાગમાં ઢોસાનું બેટર નાખી મીડીયમ સાઈઝ માં બેટર ને ફેલાવી દેવું. ઉતપ્પમ શેકાવવા લાગે એટલે બંને સાઈડ ફેરવીને શેકવું.
પછી આને ગેસ પરથી ઉતારી તેના પર પિઝ્ઝા સોસ નાખી સ્પ્રેડ કરીને તેના પર ડુંગળીની પતલી સ્લાઈસ, કેપ્સીકમની પતલી સ્લાઈસ અને છીણેલ મોઝેરેલા ચીઝ નાખીને ફરીવાર નોનસ્ટીક પર ઉતપ્પમ મૂકી નોનસ્ટીક ને ઢાંકણ વડે ઢાકી ચીઝ પીગળે ત્યાં સુધી લગભગ ત્રણેક મિનીટ માટે કુક થવા દેવું.
બાદમાં આને ગેસ પરથી ઉતારીને કટ કરી સર્વ કરો.