હિલસ્ટેશનમાં ફરવાની મજા કોને ન આવે? અને એમાં પણ કૂનુર જેવી પ્લેસ હોય તો… પછી વાત શું કરવી. કૂનુર તમિલનાડુમાં આવેલ છે. તમિલનાડુ માં ‘ઉટી’ પણ ફેમસ છે. ઉટી થી થોડા દુર પર જ આ હિલસ્ટેશન આવેલ છે.
આ હિલસ્ટેશન એટલું બધું મસ્ત છે કે તમે તેને જોતા જ ત્યાં રહી જવાનું મન બનાવી લેશો. જો ફિલ્મી દુનિયાની ખુબસુરતી અને હરિયાળીથી છવાયેલ પ્રકૃતિ જોવી હોય તો તમારે ચોક્કસ કૂનુર જવું પડે.
ઓછા ક્ષેત્રફળમાં કુનુર નીલગિરી પર્વત પર વસેલો એક નાનો કસબો છે જે ચારે બાજુએથી સર્પાકાર પહાડો, ચા અને કોફીના બગીચાઓથી ઘેરાયેલો પ્રદેશ છે. સમગ્ર તમિલનાડુમાં કૂનુર ખુબજ પોપ્યુલર છે. કૂનુર અને ઉંટીની વચ્ચે વેલિંગ્ટન કેન્ટોન્મેન્ટ એરિયાની સાથે ખુબજ સુંદર અને કલરફૂલ દ્રશ્ય દેખાય છે.
પહાડોની સાચી સુંદરતાનો અહેસાસ કરવો હોય તો તે માત્ર કૂનુર જ તમને કરાવી શકે. આ સુંદર બગીચાઓ માટે પણ પ્રખ્યાત છે. સમુદ્રતળથી 1850 મીટરની ઊંચાઈએ આવેલ કૂનુરના મનમોહક દ્રશ્યો પર્યટકો અને નવવિવાહિત લોકોને પોતાની તરફ ખેંચે છે. અહી આવતા પ્રવાસીઓને ચાના ખેતરની પણ મુલાકાત કરવા દેવામાં આવે છે.
અહીનું એકાંત વાતાવરણ અને સુંદર નઝારાઓ પરફેકટ હનીમૂન ડેસ્ટીનેશન પણ છે. અહી રહેતા લોકો ચાયના ખેતરોમાં વ્યવસાય કરે છે. અહી ફરવા માટે ઘણું બધું છે જેમકે, સિમ્સ પાર્ક, ડોલ્ફીન નોઝ, દુર્ગ ફોર્ટ, હિડન વેલી, કટારી ધોધ અને સેન્ટ જ્યોર્જ ચર્ચ જેવી દિલકશ જગ્યાઓ છે.
તમે અહીં બસ, ટેક્સી, ઓટો, રેલવે દ્વારા જઈ શકો છો. અહી હંમેશા ઠંડી જ પડે છે. તેથી સ્થાનિક લોકોનો પહેરવેશ ગરમ કપડા છે. અહીના લોકોના દિવસની શરૂઆત ચા સાથે થાય છે અને બાદમાં આખો દિવસ સુગંધિત ચા ના પત્તા સાથે વિતાવે છે.
કૂનુરમાં ફેમસ પકવાન તરીકે ચોકલેટ પ્રખ્યાત છે, અહીના લોકો તેને કઈક અલગ રીતે જ બનાવે છે. સાથે જ અહી સાઉથ ઇન્ડિયન ભોજન પણ પસંદ કરવામાં આવે છે. અહીનું જળવાયું અને તાપમાન એકદમ અનુકુળ હોવાને કારણે બ્રિટિશ શાસનકાળ દરમિયાન કૂનુરને વિકસિત કરીને તેને મહત્વપૂર્ણ હિલસ્ટેશન તરીકે ઘોષિત કર્યું.