જો તમે ખરીદી રહ્યા છો નવો SMART PHONE, તો આ ટીપ્સ આવી શકે છે કામ

SMART PHONE

ભારતીય બજારમાં નવા સ્માર્ટફોન્સ લોન્ચ થતા રહે છે. અવનવા લુક સાથે લેટેસ્ટ ગેજેટ લોકોને આકર્ષિત કરતા રહે છે. જો તમે કોઇ નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખીને ખરીદી કરશો તમને કોઇ મુશ્કેલી નહી પડે. જે તમને નવા સ્માર્ટફોન ખરીદવામાં મદદરૂપ થશે…

ડિસ્પ્લે સાઇઝ અને ક્વોલિટી ચેક કરો

1 જો તમે કોઇ નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો તો ધ્યાન રહે કે તમારી જરૂરિયાત પ્રમાણે સ્ક્રિન સાઇઝ પસંદ કરો. ભારતીય બજારમાં મોટી સ્ક્રિન સાઇઝ વાળા ફોન્સનું વધારે વેચાણ થાય છે. પરંતુ ક્યારેક જરૂરીયાતથી વધારે મોટા સ્માર્ટફોન ખરીદવાથી તેનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે. કેટલીક વખત તો મોટી સ્ક્રિન લેવામાં ઓછી ડિસ્પ્લે ક્વોલિટી વાડો ફોન લઇ લેતા હોય છે. ડિસ્પ્લે ક્વોલિટી ખાસ કરીને રિઝોલ્યુશન પર આધારિત હોય છે. જેટલુ વધારે રિઝોલ્યુશન હશે તેટલી સારી ડિસ્પ્લે ક્વોલિટી હશે.

કેવી રિતે પસંદ કરશો રિઝોલ્યુશન

જો તમે કોઇ લો બજેટનો સ્માર્ટફોન ખરીદવો માંગતો હોય તો કેટલાય પ્રકારની સ્ક્રિન ક્વોલિટીમાં ફોન મળી શકે છે. લો બજેટમાં 720*1280 પિક્સલ(HD)ના રિઝોલ્યુશન વાળા સ્માર્ટફોન્સ ઉપલબ્ધ છે. તેનાથી ઓછુ HVGA (480×320), VGA (640×480), FWVGA (854×480) જેવા રિઝોલ્યુશન વાળા ફોન પણ બજારમાં લોકપ્રિય છે. પરંતુ ડિસ્પ્લે ક્વોલિટી ઓછી મળે છે. જો તમારૂ બજેટ વધારે છે તો ફુલ એચડી(1920*1080 પિક્સલ રિઝોલ્યુશન) વાળા સ્માર્ટફોન ખરીદો. ફુલએચડી ફોન્સ મિડ રેન્જમાં પણ ખરીદી શકાય છે અને તે મોટી સ્ક્રિનમાં પણ સારી ક્વોલિટી આપશે. ગેમિંગ અને વીડિઓ જોવા માટે સારી રહે છે.

ઓપરેટિંગ સિસ્ટમની પસંદગી

SMART PHONE

બજારમાં મોટે ભાગે ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ છે જેમાં એન્ડ્રોઇડ, આઇઓએસ અને વિંન્ડોઝ છે. આ ઉપરાંત સાયાનોજેન મોડસ ફાયરફોક્સ અને બીજી કેટલાય પ્રકારના સોફ્ટવેરમાં સ્માર્ટફોન્સ આજકાલ બજારમં ઉપલબ્ધ છે. આઇઓએસ ફક્ત આઇફોન પુરતુજ સિમિત છે. જેથી જો તમે લોક પ્રિય આએસ એન્ડ્રોઇ અથવાતો વિન્ડોઝ માંથી કોઇ પણ એકને પસંદ કરી રહ્યા હોવતો ધ્યાન રાખવુ કે સ્માર્ટફોનમાં કયુ વર્જન છે.

પ્રોસેસર અને રેમ

SMART PHONE

 

નવો ફોન ખરીદતા પહેલા પ્રોસેસર અને રેમની વ્યવસ્થીત પસંદગી કરવી. આજકાલ બજારમાં ઓક્ટા-કોર પ્રોસેસર વાળા ફોન મળી રહ્યા છે. રેમ પ્રોસેસરના હિસાબથી ઓછી હોઇ શકે છે. આ ઉપરાંત ક્વાડ કોર પ્રોસેસર પણ ઓછી રેમમાં કોઇ ખાસ પરફોર્મન્શ નહી આપી શકે. જો પ્રોસેસર અને રેમ ઓછી વધારે હશે તો ફોન હેગ થવાની સમસ્યા વધારે થશે. અમારી તમને સલાહ છે કે જો ઓક્ટો કોર પ્રોસેસર અથવા તો ક્વાડ કોર પ્રોસેસર વાળો ફોન ખરીદી રહ્યા છો તો સાથે સાથે ઓછામાં ઓછી બે જીબી રેમ હોય તેનુ ધ્યાન રાખવું. સૌથી સારો વિકલ્પ ક્વાડ કોર પ્રોસેસર અને 2જીબી રેમ વાળા ફોનનો છે.

બેટરી

સ્માર્ટફોનમાં બેટરીની જરૂરીયાત વધારે પડે છે. જો તમે મુસાફરી વધારે કરતા હોવતો રિમુએબલ બેટરી વાળો ફોન પસંદ કરવો કે જેથી તમારે જરૂરીયાતના સમયે બેટરી બદલી સકાય. આ ઉપરાંત 2800 mAh પાવરથી વધારે બેટરી ખરીદવી જથી તે ઓછામા ઓછો 7 કલાકનો ટોકટાઇમ આપે.

જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યો હોવ તો ફોનની મેમરીનું ધ્યાન રાખવુ. કોઇ સ્માર્ટફોન 16જીબી અથવાતો 32જીબી ઇન્ટરનલ મેમરી વાળા હાય છે. અને તેમાં મેમરી કાર્ડ સ્લોટ નથી હોતો. આવામાં યોગ્ય મેમરી વેરિએન્ટનો વિકલ્પની પસંદગી જરૂરી છે. માની લો કે 8જીબી અથવાતો 16 જીબી ઇન્ટરનલ મેમરી વાળો ફોન ખરીદ્યો છે તો તેમાં મેમરી કાર્ડની સુવિધા નહી મળે. તેવામાં 8 જીબી વાળા વેરિઅંટમાં 6.2 જીબી અને 16જીબીમાં 12.4 જીબી મેમરી યુઝર્સને ઉપયોગ કરવા મળે છે. ઓછી મેમરીના કારણે જરૂરી ફાઇલ્સને જગ્ય નથી મળતી . જેથી કરીને ફોનની ખરીદી કરતી વખતે મેમરી વેરિઅંટનો સાચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

મેમરી

SMART PHONE

કેમેરા

આઇફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો હાય અને માઇક્રોમેક્સમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો હોય તો આઇફોનમાં કેમેરાની ક્વાલિટી સારી હશે. કેમેરો કેટલા મેગા પિક્સલનો છે તેનાથી કોઇ ફરક નથી પડતો. કેમેરા ક્વોલિટી સેન્સર અને એકસ્ટ્રા કેમેર ફીચર્સ પર નિર્ભર છે. માર્કેટમાં સોનીના CMOS સેન્સર વાળા ફેન્સ વધારે વેચાય છે. કોઇ પણ ફોન ખરીદતા પહેલા કેમેરા ક્વાલિટી પર ધ્યાન આપો…

કનેક્ટિવિટી

સિમ GSM છે અથવાતો CDMA 3G સપોર્ટ કરે છે આથવાતો 4G આ ફીચર્સમાં ધ્યાન આપવુ જરૂરી છે. કેટલીક વખત ડ્યુઅલ સિમ ફોન હોવા છતા એક સિમમાં 3જી સપોર્ટ કરે છે. જ્યારે બીજા સ્લોટમાં 2જી સપોર્ટ કરે છે. એવામાં યુઝર્સને મુશ્કેલી પડી શકે છે. આ ઉપરાંત સિમ સ્લોટ માઇક્રો સિમ છે કે નહી તેના પર પણ ધ્યાન આપવુ જરૂરી છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,866 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 12