આજના જમાનામાં વાસ્તુશાસ્ત્ર પણ માનવ જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. કારણકે માનવ જીવન નો એવો કોઈ પણ ભાગ નથી જે વાસ્તુશાસ્ત્ર થી પ્રભાવિત ન હોય. જનરલી લોકો મકાનની બનાવટ, તેમાં રાખેલ વસ્તુઓ, તેમાં રાખેલ વસ્તુની રીત વગેરે વાસ્તુશાસ્ત્ર મુજબ કરવામાં આવે છે. આનાથી શુભ ફળ મળે છે એવું માનવામાં આવે છે.
* જો તમારા ઘરના ગાર્ડનમાં કે સામે કોઈ ઝાડ હોય તો તેના પણ કંકુનું સ્વસ્તિક રોજ બનાવવું. વાસ્તુશાસ્ત્ર મુજબ માનવામાં આવે છે કે જો ઘરની સામે મેનગેટમાં કોઈ ખાડો હોય તો માનસિક રોગ અને સ્ટ્રેસ વ્યકિતને આવી શકે છે. આનાથી બચવા માટે તે ખાડાને માટીથી ભરી દો.
* જો તમારા ઘરની પૂર્વ દિશાની દીવાલની ઊંચાઈ પશ્ચિમ દિશાની ઊંચાઈથી વધારે હોય તો તમારા સંતાનની તબિયત વધારે સમય સુધી ખરાબ રહે છે.
* જો તમારા ઘરની પશ્ચિમ દિશામાં શૌચાલય બનેલ હોય તો ઘરની છોકરીઓ બીમાર રહી શકે છે. તેથી બીમારી ભગાવવા આને હટાવવું.
* જો તમારા ઘરના મેન ગેટની સામે ગંદુ પાણી એકઠું થયેલ હોય તો સાવધાન. આ બીમારીને આમંત્રણ આપે છે. તેથી જેટલું બને તેટલું આને દુર કરવું.
* ઘરના મેનગેસટ ની બરાબર સામે મંદિર કે પૂજા સ્થળ ન હોવું જોઈએ. આનાથી ઘરમાં દેવી-દેવતાઓ નિવાસ નથી કરતા. તેથી ઘરમાં બીમારીઓ અને દુઃખ આવે છે.
* ઘરમાં વ્યક્તિને થતી બીમારીને દુર કરવા માટે નિયમિત રીતે ઘરમાં શની યંત્રની ઉપાસના, દેવી-દેવતાની નિયમિત પૂજા અને સૌથી જરૂરી ઘર સાફ રાખવાથી ઘરના કોઇપણ વ્યક્તિ બીમાર નહિ રહે.
* જો તમારા ઘરમાં જળ નિકાસની વ્યવસ્થા પશ્ચિમ દિશાની તરફ છે તો તમારા ઘરના પ્રમુખ વ્યક્તિને લાંબા સમય સુધી ગંભીર બીમારી થઇ શકે છે.