રાજસ્થાન પોતાની વિરાસત અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. રાજસ્થાન ના જોધપુર શહેરમાં મેહરાનગઢનો કિલ્લો ઐતિહાસિક છે. આ કિલ્લો 73 મીટર ઉંચા દિલ્હીના કુતુબ મિનાર કરતા પણ ઉંચો, આ કિલ્લો 120 મીટરની ચટ્ટાનના પહાડો પર બનેલ છે.
પોતાની ખુબસુરતીને કારણે આ કિલ્લો વિશ્વ વિખ્યાત છે. દરવર્ષે અહી સેકડો માત્રામાં પર્યટકો આવે છે. આ કિલ્લો જોધપુર શહેરની વચ્ચોવચ આવેલ છે. 15 મી સદીમાં રાવ જોધાએ આ ફોર્ટનો પાયો નાખ્યો પરંતુ મહારાજા જસવંત સિંહ દ્વારા આને પૂર્ણ કરવામાં આવ્યો.
આ કિલ્લાના મુખ્ય ચાર દ્વાર છે. આમ તો આ કિલ્લાના સાત દ્વાર (ધ્રુવ) છે, જોકે આઠમો દ્વાર ગુપ્ત રાખવામાં આવ્યો છે. આમાં અગણિત બુર્ઝ છે. આ કિલ્લો બહારથી અદશ્ય, સર્પાકાર રસ્તા સાથે જોડાયેલ છે. કિલ્લાની અંદર ભવ્ય પેલેસ, અદ્ભુત કોતરણીય દ્વાર, જાળીદાર બારીઓ છે, જેમાં મોતી મહેલ, ફૂલ મહેલ, શીશ મહેલ, રંગ મહેલ, ચંદન મહેલ, સીલેહ ખાના અને દોલત ખાના શામેલ છે.
મેહરાનગઢનું સંગ્રહાલય પણ દેશના શ્રેષ્ઠ સંગ્રહાલયમાંથી એક છે. સક્સેસફુલ ઇંગલિશ ફિલ્મ ‘ડાર્ક નાઇટ’ ના અમુક સીન્સ પણ મેહરાનગઢમાં લેવામાં આવ્યા હતા. ત્યારથી જ મેહરાનગઢ હોલિવૂડ માટે એક લોકપ્રિય ડેસ્ટીનેશન બની ગયું છે. મેહરાનગઢ કિલ્લામાં શસ્ત્રો, વેશભૂષા, ચિત્રો અને રૂમોને રાઠોડનો વારસો દર્શાવવામાં આવે છે.
આની આજુબાજુ ચામુંડા માતા નું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. માન્યતા અનુસાર 1965 ના ભારત-પાક યુદ્ધ દરમિયાન, જયારે સૌપ્રથમ જોધપુરને ટારગેટ કરવામાં આવ્યું હતું ત્યારે ચામુંડા માતાની કૃપાથી આ શહેરને કઈ નહોતું થયું. ખરેખર, આ કિલ્લાનો પાયો નાખનાર જોધપુર ના શાસક રાવ જોધા, ચામુંડા માતાના ભક્ત હતા અને તે જોધપુરના શાસકોના કુળદેવી પણ રહ્યા છે. 1460 માં રાવ જોધાએ મેહરાનગઢના કિલ્લો નજીક ચામુંડા માતા નું મંદિર બનાવીને મૂર્તિની સ્થાપના કરી હતી.
અહી પાલકીઓ, હાથીઓના હોદા, વિભિન્ન શેલીના લધુચિત્ર, સંગીતવાદ્યો, પોશાકો અને ફર્નિચરનું અદ્ભુત સંગ્રહ છે. ભારતના સમૃદ્ધ અને શક્તિશાળી ભૂતકાળના દર્શન આ જ કિલ્લામાં થાય છે. વિદેશી પ્રવાસીઓને મનોરંજન કરવા માટે અહિંયા રાજસ્થાની કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
મેહરાનગઢ કિલ્લાના ઉત્તર ભાગમાં ઊંચી ટેકરી પર ‘થડા’ નામનું ભવન છે, જે આરસપહાણ (સંગેમરમર) થી બનેલ છે. જોધપુરની વિશેષતા અહીના કૃત્રિમ તળાવો અને કુવાઓ છે, જે વગર આ વિસ્તારમાં નગરની કલ્પના જ ન કરી શકાય.