જોક્સ : હાસ્યની પડાપડી

8e2363f184b724fbf393aec4442baf91

છગન : બા, તમને ‘વોટ્સએપ’ એટલે શું ખબર છે?

મુળીબા : હા અલ્યા… આ અમો જે પંચાત ઓટલે બેહી ને

કરીએ તે તમો ખાટલે બેહી ને કરો

***************************

પતિ (પત્નીને) મારો કોઈ ફોન આવે તો કહેજો કે હું ઘરમા નથી.

થોડીવારે ફોનની ઘંટડી વાગી, પત્નીએ ફોન ઉઠાવીને કહ્યુ – હમણા તેઓ ઘરે જ છે.

પતિ ગુસ્સે થઈને બોલ્યો – મે તને ના પાડી છતાં તે કહ્યુ કે હું ઘરે જ છુ ?

પત્ની : તમે તમારા ફોન માટે ના પાડી હતી,પણ આ તો મારા માટે ફોન આવ્યો હતો.

***************************

છોકરો : હું તારી સાથે લગ્ન નહી કરી શકું. ઘરવાળા નથી માનતા

છોકરી : તારા ઘરમાં કોણ કોણ છે?

છોકરો : એક પત્ની અને ૨ બાળકો

***************************

mom : જો બેટા ઓલી છોકરીને paraylsis થઇ ગયો છે…

મોઢું વળી ગયું છે….

હોંઠ ચોટી ગયા છે….

આંખો પણ ત્રાસી થઇ ગઈ છે….

ચાલ તેની મદદ કરીએ…

son : mom તે છોકરી selfi લઇ રહી છે.

***************************

ફેસબુક : હું બધાને જ ઓળખું છું

ગુગલ : મારી પાસે બધી જ માહિતી છે

ઈંટરનેટ : મારા વગર તું કઈ જ નથી

ચાર્જર : કોને બહુ ચરબી ચઢી છે?

***************************

છોકરો : મમ્મી, આજે મારા દોસ્તો ઘરે

આવી રહ્યા છે, બધા રમકડાં છુપાવી દેજો.

મમ્મી : તારા દોસ્તો ચોર છે કે શું?

છોકરો : ના, એ તેના રમકડા ઓળખી જશે.

Comments

comments


16,706 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 4