જોક્સ : મમ્મી, જો હું લવ મેરેજ કરું તો?

21

છોકરી : જો હું મરી જાવ તો તું શું કરીશ?

છોકરો : હું પણ મરી જઈશ…

છોકરી (રોમેન્ટિક થતા) : મને એટલો બધો પ્રેમ કરો છો???

છોકરો : ના, તારા ચક્કરમાં ઉધારી એટલી બધી થઇ

ગઈ છે કે જીવવું પણ મુશ્કિલ બની ગયું છે.

************************

છોકરો : લગ્ન કરી લે મારી સાથે

છોકરી : કેમ?

છોકરો : મારા પપ્પા ગામના સૌથી

મોટા આદમી છે…

લગ્ન બાદ છોકરીને ખબર પડી કે

છોકરાનો બાપ 105 વર્ષનો છે…!!

************************

છોકરો : તું મને પ્રેમ કરે છો?

છોકરી : હા બેબી…

છોકરો : પણ, તને તો મારી

પરવાહ જ નહતી..

છોકરી : અરે ગાંડા, પ્રેમ કરનાર

કોઈની પરવાહ નહતી કરતા…

************************

પત્ની રોમેન્ટિક મૂડમાં : સાંભળો છો? આપણી સુહાગરાત

ના દિવસે જયારે તમે મારો ઘૂંઘટ પહેલી વાર ઉઠાવ્યો

ત્યારે હું તમને કેવી લાગી’તી?

પતિ : સાચું કહું તો જો મને હનુમાન ચાલીસા

યાદ ન આવી હોત’તો હું તે જ દિવસે મરી ગયો હોત…!!

************************

છોકરો : મમ્મી જો હું લવ મેરેજ કરું તો?

મમ્મી : બેટા, વધારે છોકરીઓના ચક્કરમાં નય પડવાનું

આ છોકરીઓ ખુબ ચાલક હોય છે

છોકરો : નહિ મમ્મી એ….

મમ્મી : મને ખબર છે એ કમીનીઓ

સારા છોકરાઓને ફસાવે છે

છોકરો : –

.

.

.

અરે, મમ્મી સવારે પપ્પા બોલી રહ્યા

હતા કે તમારા બંન્નેના લવ મેરેજ થયા છે…!!

************************

પત્ની : સાંભળો છો?

આપણા લગ્ન કરાવનાર

પંડિતજીનો સ્વર્ગવાસ થઇ ગયો

પતિ : એક દિવસે તો એમને એમના

કર્મોનું ફળ મળવાનું જ હતું ને….

Comments

comments


14,462 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 13