જોક્સ : અમે ‘દિલદાર’ ઘરે થી છીએ…

funny-weight-joke-cartoon

પેપર પૂરું થયા પછી :

રામુ : આજે કયું પેપર હતું ?

શામુ ; ગણિત નું

રામુ : અહા.. મતલબ તે પ્રશ્ન પેપર વાંચ્યું એમ ને ?

શામુ : ના..રે….આ તો મેં ઘણા ના હાથ માં calculator જોયું તું એટલે ખબર….

(આવા’ય નંગ હોય છે હો )

**********************

ગર્લ : મોબાઈલ નવો લીધો લાગે છે…

પપ્પુ : નહિ, મારા ફ્રેન્ડનો છે…

ગર્લ : તેનો ફોન તારી પાસે કેવી રીતે આવ્યો ?

પપ્પુ : એ જયારે પણ મળે છે, કહે છે કે –

‘મારો ફોન કેમ નથી ઉઠાવતો???’

.

.

.

.

‘આજ મળ્યો તો ઉઠાવી લીધો…’

**********************

રાવણને કોર્ટમાં હાજર કરી કહેવામાં આવ્યું: ગીતા પર હાથ મૂકો.

રાવણ : સીતાના કેસમાં તો આટલા પંગા વેઠ્યા, હવે ગીતાનો વારો પાછો!!!

માફ કરો સાહેબ, હવે મને રસ નથી…

**********************

નવા શિક્ષકે વિદ્યાર્થીઓને ક્લાસમાં પૂછ્યું : કોઇ એક મહાન સાયન્ટિસ્ટનું નામ કહો.

વિદ્યાર્થી : આલિયા ભટ્ટ

ટીચર (હાથમાં લાકડી લઈને) : આ જ શીખ્યા છો તમે?

બીજો વિદ્યાર્થી : આ તો તોતડો છે સર, આર્યભટ્ટ કહી રહ્યો છે…

**********************

ઢોંગી બાબાજી : બચ્ચા તને સ્વર્ગ પ્રાપ્ત થશે, જો આપીશ તું મને મોટી દક્ષીણા..

છગન : ઠીક છે, જાવ દક્ષિણામાં મેં તેમને આખું સુરત આપ્યું..

ઢોંગી બાબાજીઃ સુરત શું તારા ઘરનું છે જે મને આમ આપી રહ્યો છે?

છગન : તો સ્વર્ગ પણ શું તારા બાપનું છે, જે આમ પ્લોટ વેંચવા નીકળી પડ્યો છે….

**********************

ટીચર : ચલ બોલ…!!

4 અને 4 કેટલા થાય છે?

પપ્પુ : 10 થાય છે….

ટીચર : 8 થાય… નાલાયક….
.
.
.
.

પપ્પુ : અમે ‘દિલદાર’ ઘરે થી છીએ…

2 મે મારા પોતાના પણ નાખ્યા હતા….

Comments

comments


13,592 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 3 =