જૈન લોકો માટે સ્પેશ્યલ ‘પનીરનું શાક’

સામગ્રી

oetsKgiagbccc_bigger

* ૩ કપ પનીરના ટુકડા,

* ૨ ટેબલ સ્પૂન તેલ,

* ૩ લાલ મરચાં,

* ૧ ટેબલ સ્પૂન આખા ધાણા,

* ૧ ટેબલ સ્પૂન આખું જીરું,

* ૧૧/૨ કાપેલા ટામેટાં,

* ૧ કપ કેપ્સીકમ સ્લાઈસ,

* ૨ ટેબલ સ્પૂન પાણી,

* સ્વાદાનુસાર મીઠું,

રીત

butter_paneer_masala

એક નોનસ્ટીક પેનમાં મરચાં અને આખા ધાણાને એકાદ બે મિનીટ સુધી સેકવા. હવે મરચાં અને આખા ધાણાને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને મસાલો તૈયાર કરવો.

હવે એક પેનમાં તેલ, જીરું અને કેપ્સીકમ ની સ્લાઈસ નાખીને એક થી બે મિનીટ સુધી સાંતડવું. હવે આમાં મરચાં અને આખા ધાણાનો તૈયાર કરેલ પાવડર નાખવો. ત્યારબાદ આમાં ટામેટાં, મીઠું નાખીને બે થી ત્રણ મિનીટ સુધી ધીમા તાપે આ મિશ્રણને કુક કરવું. હવે પાણી નાખીને મિક્સ કરી લેવું અને પનીર નાખીએ ધીરે ધીરે હલાવવું. આ મિશ્રણને બે થી ત્રણ મિનીટ સુધી કુક થવા દેવું. તો તૈયાર પનીરનું શાક.

Comments

comments


5,529 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 6