જેટલો આપણો વિચાર ઉંડો તેટલું જ આપણું કામ પણ ઊંડું..

thinking-girl

નાનપણમાં હું રીસાઈને જ્યારે ખાટલા નીચે જતો રહેતો ત્યારે મેં સૌથી વધારે વિચારો કર્યા છે. જ્યારે મારી માંગણીઓ પૂરી કરવામાં ન આવી હોય કે કોઈ ખીજાયું હોય ત્યારે મારામાં બાળસહજ પક્ષપાતિ વિચારોનું તોફાન ઉભું થતું. હું કલાકો સુધી ઘરનાં એક જણ માટે નફરતભર્યા અને બીજા માટે પ્રેમભર્યા વિચાર કરતો આમ ઘરનાં ખાટલા નીચે જ વિચારો કરતાં શીખ્યો!

બાળકનો ઉછેર બાળકને વિચાર કરતું કરે એવો હોવો જોઈએ નહિ કે 100% અનુકૂળ. તમારા બાળકને તમે સતત અનુકૂળ વાતાવરણ જ પૂરું પાડી રહ્યા હો તો સમજવું કે તમે તેની વિચાર શક્તિ પર બ્રક મારી રહ્યા છો.

બાળક વસ્તુ માંગે અને તમે તરત જ આપી દ્યો એનાં કરતાં તમે જ્યારે એ વસ્તુ આપતા નથી ત્યારે તેને કેટલાય વિચારો આવે છે. આ છે વિપરિત પરિસ્થિતિ ઊભી કરવાની વાત. આ સમયે બાળક તમને ‘હેટ’ કરવાનાં, તમારી સાથે નહીં બોલવાની અને મમ્મી સાથે જ બોલવાની અથવા મમ્મી સાથે નહિ બોલવાની અને પપ્પા સાથે જ બોલવાની, બંને માટે અલગ અલગ વિચારવાની પક્ષપાતિ વિચારવાની. ટેવ પાડે છે. Well, આ બાળપણની વાત. પણ…

34158

આપણે જ્યારે કોઈ પણ સામે દલીલો કરીએ છીએ કે કોઈનો વિરોધ કરીએ છીએ ત્યારે આપણી વિચારશક્તિ સર્વોચ્ચ લેવલ પર હોય છે. આ દલીલો મનમાં ચાલતી હોય કે સામે જ કહેવાતી હોય પણ એમાં આપણાં વિચારો વધુમાં વધું બહાર આવે છે. મેં મારાં શિક્ષકો સામે, મેનેજમેન્ટ સામે કે ગૃપમાં અયોગ્ય લાગતી વાત ચૂપચાપ જોયાં કરવાંને બદલે હંમેશા સામે દલીલો કરી છે. આ દલીલો એ મને સાંજે પાંચ વાગ્યે સ્કૂલ કે કોલેજથી ઘરે આવ્યા પછી પણ વિચારતો રાખ્યો છે.

હ્રદયનાં ઊંડાણમાંથી આવતો વિચાર જ માણસને કંઈક કરવા માટે દોરે છે. પછી આ આપણો વિચાર જેટલો મજબૂત એટલું આપણું કાર્ય પણ મજબૂત અને જેટલું કાર્ય મજબૂત એટલું એનું પરિણામ પણ મજબૂત!

Comments

comments


7,695 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 4 =