ક્રિએટિવિટી કોઇપણ સ્થળે અને કોઇપણ વસ્તુમાં જોવા મળી શકે છે, કદાચ આ વાત પર જ અમલ કરી રહેલા એક આર્ટિસ્ટે જૂની ચાવીઓમાંથી કંઇક અલગ અને હટકે આર્ટ રચી દીધું. ઓસ્ટ્રિલયન આર્ટિસ્ટ માઇકલે ચાવીઓની મદદથી લેંપ સ્ટેન્ડ, એક મહિલાનું શિલ્પ અને ઘણી બધી બોટલો સહિતની વસ્તુઓને એક આર્ટનું સ્વરૂપ આપ્યું છે. તેમના આ આર્ટની તસવીરોને એક સોશિયલ સાઇટ પર માત્ર એક દિવસમાં જ 42,000 વખત શેર કરવામાં આવી હતી.
સિક્કાનો પણ ઉપયોગ કર્યો
માઇકલે પોતાના આર્ટમાં ચાવીઓની સાથે સિક્કાઓનો પણ ઉપયોગ કર્યો હતો. જેને કારણે તે ગોળ વસ્તુઓને આર્ટિસ્ટિક લુક આપી શક્યો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર