દુનિયાની આ અદભૂત ઇમારતો શ્રેષ્ઠ બનાવટ અને વાસ્તુશિલ્પ નો ઉત્તમ નમુનો છે. આ દુનિયાભરના લોકોને આકર્ષિત કરે છે.
પીસાની લીનીંગ ટાવર લાઇન પર યુએઈ ની અબુધાબી માં કેપિટલ ગેટ ઇમારત કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. 160 ફુટ ઊંચી 35 માળની આ ઇમારત પોતાની ધરીથી પશ્ચિમ બાજુ 18 ડીગ્રી નીચે નમેલ છે. વર્ષ ૨૦૧૦માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં આને દુનિયાની સૌથી નીચે જુકેલી માનવ નિર્મિત ઇમારતનો દરજ્જો મળ્યો છે.
ચીનની સનરાઇઝ કેંસ્પિનકી હોટેલ પોતાના નામ પ્રમાણે બનેલ છે. બીજીંગથી ૬૦ કિલોમીટર દુર એક તળાવના કિનારે આ હોટેલને એવો આકાર આપવામાં આવ્યો છે કે સુરજ ઉગતો હોય તેવું લાગે! આ હોટેલના પ્રવેશદ્વાર ને માછલીના મોઢા જેવો બનાવ્યો છે. આ હોટેલને એકતા, સંવાદિતા અને અનંતના પ્રતિક રૂપે બનાવેલ છે.
સિંગાપુરનું ધ મેઇરીના બે સેન્ડ્સ હોટેલને પાણીના જહાજના આકારમાં બનાવેલ છે. ૫૭ માળની આ હોટેલને સિંગાપુરની સૌથી ઉંચી ઇમારત માનવામાં આવે છે. લકઝરી સુવિધાઓ થી સજ્જ અને અહીથી જોવાતા નઝારા માટે આ હોટેલ આખી દુનિયામાં પ્રખ્યાત છે.
ડેનમાર્કમાં નોર્ડબોગી ની કુમલસ ઇમારત પોતાના અજીબો ગરીબ ડીઝાઇનથી ફેમસ છે. આ ઇમારતના આર્કીટેક્ચર જુર્ગન મેયર એચને પણ ભ્રમ છે કે આ વાસ્તવમાં ઉલ્કાની જેમ કે અણુની જેમ દેખાય છે.
ભારતની રાજધાની દિલ્હીમાં બનેલ અક્ષરધામ મંદિર પણ દુનિયાની આ ૧૦ સુંદર ઇમારતોમાં શામેલ છે. આ મંદિર પોતાની કલા અને વાસ્તુશાસ્ત્ર માટે પ્રખ્યાત છે.
એરિજોના નુ ચેપલ ઓફ ધ હોલી ક્રોસ જોવા લાયક છે. લાલ પથ્થરની 250 ફુટ ઊંચી ટ્વીન રોક્સની વચ્ચે આને વર્ષ ૧૯૫૬માં કેથોલિક ચેપલના ચિન્હ તરીકે બનાવવામાં આવી હતી. આ પોતાની સુંદરતા ને લીધે દુનિયાભરના પર્યટનોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
દુબઇ માં ઇન્ફિનિટીનો ટાવર, વળાંક લેતો દુનિયાનું સૌથી ઊંચો ટાવર છે. આ ઇમારતની ખાસિયત એ છે કે આની અંદર તમને કોઇપણ જગ્યાએ સંરચનાત્મક પીલોર જોવા નહી મળે. આ વોટરપ્રૂફ વ્યુની સાથે ૮૦ માળની આ ઇમારત રેસિડેન્શિયલ છે. જમીનથી તેની ઊંચાઈ 305 મીટર છે.
ઓસ્ટ્રેલિયાનું સીડની ઓપેરા હાઉસ, તેની અનન્ય સ્થાપત્ય કલાનો બેજોડ નમુનો છે. રેડ ગ્રેનાઇટની ઉપર સફેદ શેલ આકારની છત આને આકર્ષકનો લુક આપે છે. વર્ષ ૧૯૭૩માં આનું ઉદ્ઘાટન થયું હતું.
જાપાન નું એચી નાગોયા, સાયન્સ મ્યુઝિયમ અને પ્લાનેટેરિયમના બોલ જેવા આકારમાં બનેલ છે. આ પોતાની તરફ ખાસ સંગ્રહાલય અને દુનિયાનું સૌથી મોટું તારામંડળ છે.