તમે ઘણા ખતરનાક રેલ્વે ટ્રેક જોયા હશે પરંતુ એક એવું રેલ્વે ટ્રેક એવું પણ છે જ્યાં ટ્રેન દુનિયામાં સૌથી ભયાનક ઢાળ પરથી પસાર થતી હોય છે. આ ટ્રેન લગભગ બે હજારમીટરની ઊંચાઈ પર જાય છે. સ્વિટ્ઝર્લૅન્ડની પિલાટસ રેલ્વે સેવા તરફથી ચલાવવામાં આવતી આ ટ્રેન અલ્પનાચસ્તાદ અને માઉન્ટ પિલાટસને જોડે છે.
આ ટ્રેકની લંબાઈ લગભગ ૪.૫ કિલોમીટર છે અને ટ્રેન તેટલા સમયમાં ૧૬૦૦ મીટરનો ઢાળ ચઢી જાય છે. તેનું ઉદ્ધઘાટન ૧૯૮૯માં થયું હતું જ્યારે પ્રથમ વખત આ લાઈનને બનાવવાનો પ્રસ્તાવ ૧૮૭૩માં આપવામાં આવ્યો હતો. ટ્રેનની ઝડપ ૯ કિલોમીટર પ્રતિ કલાક છે.આ ટ્રેક માત્ર મે અને નવેમ્બર મહિનામાં ખોલવામાં આવ્યું હતું જ્યારે અહી બરફ હતો નહિ.