ફૂલો વચ્ચે રહેવાનું બધાને પસંદ હોય છે, આના માટે તમારી આજુબાજુ પણ બાગ હશે. જેમાં ગલગોટો, ગુલાબ, સુર્યમુખી, કરેણ જેવા ફૂલોને તમે જોતા હશો. શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી મોટો ફૂલોનો બગીચો ક્યાં છે? તેમાં દરરોજ કેટલા ફૂલો ઉગતા હશે, જો ન જોયું હોય તો આવો અહી, યુ.એ.ઈ (દુબઈ) દુનિયાની સૌથી ઉંચી ઇમારતો માટે જાણીતું છે. નાઈટલાઈટ ના જે દ્રશ્યો તમને આ શહેરમાં જોવા મળે છે તેવા કદાચ જાપાનમાં પણ નહિ જોવા મળે. અહીના મિડિલ ડેઝર્ટમાં મિરેકલ ગાર્ડન, પોતાના અલગ-અલગ ફૂલો અને ડિઝાઇન માટે પ્રખ્યાત છે. વરસાદ ની ઋતુ માં અહી અલગ આકાર માં વેલાઓ પ્રસરી જાય છે, તો જોવામાં ટીવીના એક વોલપેપર જેવું દેખાય છે.
આ બાગ દુબઈના રણની વચ્ચે આવેલો છે, જ્યાં જવા માટે ખુબજ મુશ્કેલી ઉઠાવવી પડે છે. આ બાગ માં લગભગ 4 કરોડ 50 લાખ ફૂલો છે, જેમને કૃત્રિમ શાખાઓ ના માધ્યમથી ઉપર નીચે ફેલાવેલ છે.
* તમે જોઈ રહ્યા છો દુબઈનું મિરેકલ બાગ
તમને જણાવી દઈએ કે મિરેકલ ગાર્ડનને દુનિયાનું સૌથી મોટો ફૂલોનું ગાર્ડન માનવામાં આવે છે. દરવર્ષે દુબઈ આવવાવાળા લાખો પ્રવાસીઓ આને જોવા જાય છે, પણ આને જોવું એટલું સરળ પણ નથી, જોકે અહી પહોચવા માટે તમારે રણમાંથી પસાર થઇ ને જવું પડે છે. તેના માટે લોકો હેલીકોપ્ટર ની મદદ લે છે. આગળ જાણો શું છે આની ખાસીયતો…
* આ બાગ માં પતંગિયા માટે જુદા જુદા પ્રકારના ફૂલો છે, જો કે પ્રકૃતિ પ્રેમીઓને અહી આવવું પસંદ છે. અહી તમને જુદા જુદા પ્રકારના ફૂલો અને પતંગિયાઓ જોવા મળશે.
* આ બાગ માં ફૂલોને ખુબજ સારી રીતે ગોઠવેલા છે, જેને જોઇને તમે હેરાન થઈ જશો. કયાંક લાલ ફૂલોની નદી વહે છે તો કયાંક ફૂલો થી બનેલો તાજમેહેલ જોવા મળે છે. આ બાગમાં ફૂલો ને વ્યવસ્થિત રાખવાની સાથે તેને અલગરૂપ અપાય છે જે બધાને આકર્ષિત કરે છે.
* મિરેકલ બાગ માં પવનચક્કી અને ઇન્દ્રધનુષ ના આકારમાં પણ ફૂલોને ઉગાડવામાં આવેલા છે. એક જેવા દેખાવાવાળા ફૂલોને ગોઠવ્યા પછી બાગની સુંદરતા વધી જાય છે.અહી ઇન્દ્રધનુષ માટે વધારે પૈસા વપરાયા હતા.
* દુબઈનો બાગ ક્યારેક જ ખુલ્લો રહે છે, પણ દુબઈમાં પતંગિયા બાગ આખું વર્ષ ખુલ્લું રહેશે.
* બાગ માં નાના નાના આરામગૃહ બનાવેલા છે જેને ફૂલોના વેલોથી ઢાંકી રાખેલા છે. તમને પસંદ આવે એવું ઘર મિરેકલ બાગમાં જ છે, આના માટે તેને ‘ચમત્કાર બાગ’ પણ કહેવામાં આવે છે.
* રંગીલા માર્ગો આ બાગની શોભા વધારે છે. અહી કલરવાળા ઘાસની સુંદરતાને પણ ખુબ સારી રીતે દર્શાવી છે.
* અહી લોકો ફોટાઓ પણ પડાવે છે. મિરેકલ ગાર્ડનમાં જતા ભારતીયોની સંખ્યા સૌથી વધારે છે.