જુઓ, આ છે દુનિયાની સૌથી ખતરનાક રમતો

શરીર અને મગજની કસરત માટે સૌથી સારો વિકલ્પ રમતનો છે. રમત એના માટે છે જે ભાગ લેનાર હોય કે ફક્ત રમત જોનાર હોય, આ બંને માટે રમત એ મનોરંજનનું સારૂ સાધન છે. એવા ઘણા પ્રકારની રમત છે જેમાં લોકો પોતાનો સમાવેશ કરે છે.

કોઈક રમત બંધ જગ્યામાં હોય છે તો કોઈક ખુલ્લી જગ્યામાં રમત રમવામાં આવે છે, જેમાં લોકોને ખુબ મજા આવે છે. અમુક રમત શાંતિ આપનાર હોય છે તો કોઈક ગેમ ચેલેન્જિંગ રૂપે પણ હોય છે. શારીરિક રમતોમાં હંમેશા ઈજાનો ભય રહે છે. કોઈક રમત એવી ખતરનાક હોય છે જેમાં ખેલાડીઓ મૃત્યુની નજીક હોય છે. તો જાણો આ છે ખેલાડીઓને મૃત્યુ નજીક લઈ જતી ખતરનાક રમતો:-

પર્વત ચડવો (પર્વતારોહણ)

This is the most dangerous sports in world

આ રમતને રમતા તમે ઘણાબધા લોકોને જોયા હશે. પર્વતની ચઢાઈ કરવી એ ઘણા યંગસ્ટર્સનું સપનું હોય છે. ફિલ્મોમાં ખડકો પર જામેલા બરફ ઉપર ચઢાઈ કરતા લોકોને તમે જોયા હશે, તે જોવામાં થોડું સરળ લાગે. પણ, વાસ્તવમાં આ રમત કઈક જુદી જ હોય છે. ચઢાઈ કરનારને ખરાબ હવામાન અને કેટલીક મુશ્કેલીઓનું જ્ઞાન લઈને ચઢાઈ કરવી પડે છે. ચઢાઈ કરતા સમયે કઈક ઇજા થાય તે સામાન્ય છે. ચઢાઈ દરમિયાન પગની એડી વળી શકે છે, હાડકાઓ તૂટી શકે છે અને સ્નાયુઓના સાંધા પણ જકડાઇ શકે છે. આ રમત કેટલા બધા લોકોનું મોતનુ કારણ બનેલ છે.

સર્ફિંગના મોટા તરંગો (બીગ વેવ સર્ફિંગ)

This is the most dangerous sports in world

બીગ વેવ સર્ફિંગ એક પ્રકારની સર્ફિંગ છે. જેમાં માસ્ટર પેંડલરને ઓછામાં ઓછી ૨૦ ફૂંટની લહેરો ઉપરથી પસાર થવું પડે છે. આમાં સૌથી ખતરનાક સ્ટંટએ હોય છે જયારે માસ્ટર પેંડલરને ૧૦૦ ફૂટ ઊંચાઈની લહેરોને પસાર કરવી પડે છે. આમાં જીતનારને મોટી રકમ ભેટમાં મળે છે. આ રમત ખતરનાક એટલા માટે છે કે આમાં માસ્ટર પેંડલરને ડૂબવાની આશંકાઓ રહેલી હોય છે. તથા પાણીમાં રહેલ ખડકો સાથે ટકરાવવાથી પણ મૃત્યુનો દર રહે છે. પાણીમાં કરન્ટ પણ મૃત્યુનું કારણ બની શકે છે. માસ્ટર પેંડલરને દરિયાઈ માછલીઓ અને જીવજંતુનો પણ ડર રહે છે. આ બધી મુશ્કેલીનો સામનો થતો હોવા છતા પણ લોકોને આ રમત પ્રિય છે.

આખલાની લડાઈ (બુલ ફાઈટીંગ)

This is the most dangerous sports in world

આ રમતને રીયલ પુરુષોની રમત માનવામાં આવે છે. ભાગ લેનાર (જેને રાઇડર કહેવામાં આવે છે) ને આખલાને રોકાવો પડે છે. આ રમત ખુબજ ફેમસ છે, ખાસ કરીને સ્પેનમાં. આ રમતી પુરુષોને પોતાની બહાદુરી સાબિત કરવાની હોય છે. જોકે, આ રમતમાં આદમીને ગંભીર પીડા અને ઈજાને પણ સહન કરવી પડે છે. કારણકે આખલો રાઈડરને પાડી પણ શકે છે. જ્યાં ખેલાડીને ગંભીર ઇજા પણ થાય છે. તેને ૧૮૦૦ પાઉન્ડના વજન સુધીનો આખલો તેનો જીવ પણ લઈ શકે છે. ડર અને ઇજામાંથી બહાર નીકળવું એ પણ એક કળા જ છે.

બેસ જમ્પિંગ

This is the most dangerous sports in world

બેસ જમ્પિંગ વાસ્તવમાં પેરાશૂટ છે. ખરેખર, બેસ જમ્પિંગ બિલ્ડીંગ, એન્ટેના અને અર્થ (જમીન) નું નાનું નામ છે, જેનો અર્થ ખડક હોય છે. આ રમતમાં લોકો ખુબ ઊંચાઈથી જમ્પ મારે છે. આ રમત વધારે જોખમી છે.  તેજ હવાને કારણે દુર ફેકાય જવું અથવા એ પણ કહી શકાય કે મોતનો સામનો કરવો તેનો ડર પણ રહે છે. આ રમતને ઘણા બધા દેશોમાં ગેરકાયદેસર માનવામાં આવે છે, જેમાં અમેરિકા શામેલ છે. ઘણી જગ્યાએ આના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.

હેલી સ્કીઇંગ

This is the most dangerous sports in world

નામથી જ ખબર પડી જાય કે હેલી સ્કીઇંગનું કનેક્શન હેલિકોપ્ટર સાથે છે. આ રમતમાં તમને હેલિકોપ્ટર એક ઊંચાઈ પણ છોડે છે, જ્યાંથી તમારે સ્નોબોર્ડિંગ કે સ્કીઇંગ કરતા કરતા નીચે આવવાનું રહે છે. સ્કીઇંગના શોખીન આ રમત રમવા માટે વધારે ઉત્સુક હોય છે. આમાં હમેશા મૃત્યુનું જોખમ રહેલ હોય છે. જો મોસમ બદલાય કે હિમપ્રપાત થાય તો તમારું મૃત્યુ થઈ શકે છે. ઊંચાઈ પર ચઢતા સમયે હેલિકોપ્ટર સવારી ખતરનાક સાબીત થઈ શકે છે.

વ્હાઈટ વોટર રાફટીંગ

This is the most dangerous sports in world

આ રમત પણ ખુબ ખતરનાક છે. નૌકા વિહાર કરતા સમયે ભાગ લેનારાને ઘણા પડકારોને સહન કરતા પોતાના ડેસ્ટીનેશન તરફ જવું પડે છે. મજબૂત પાણીના પ્રવાહ સાથે નૌકા ચલાવવી એ કોઈ સામાન્ય વાત નથી. આ રમતમાં ભાગ લેનારને ખડકો સાથે ટકરાતા કે ભારે મોજાઓને કારણે પાણીમાં ડૂબવાની આશંકા રહેલી હોય છે. આમાં ઘૂંટણમાં ઇજા થવી કે હાડકા તુટવા એ સામાન્ય છે. ફોર્બ્સ મેગેઝિન એ આ રમતને સૌથી વધારે ખતરનાક રમતમાંથી એક માની છે. આ રમત ખતરનાક હોવા છતા પણ લોકો રમત રમતા અચકાટ અનુભવતા નથી.

Comments

comments


8,080 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 1