‘જીસસ”ની દૃષ્ટિએ આજનું વિશ્વ…!!

'જીસસ''ની દૃષ્ટિએ આજનું વિશ્વ...!! - Janva Jevuરોઝની કોઈપણ સવાર ચર્ચમાં હોય. પ્રેયર વખતે તે હાજર થઈ જતી. પ્રેયર દ્વારા તેને જીસસ માટે પ્રેમ જન્મ્યો. જીસસ જગતના ઉદ્ધારક હોય તે તેની માન્યતા વધુ દૃઢ બનવા લાગી. પ્રેયર તેનાં મનને શાંત કરતું, જીસસ માટેની શ્રદ્ધા બેવડાવતું કે જ્યાં સુધી જીસસનું નામ માત્ર છે ત્યાં સુધી જગતનો કદી પ્રલય નહીં થાય. તેના નામ સાથે જગતનું ભવિષ્ય ઊજળું છે. વૈજ્ઞાાનિકો ભલે જગતમાં ધૂંધળાપણું દેખે પ્રેયર પછી, રોઝ ડીટ્રોઈટ નદીના કિનારે જતી.

કોઈ કહેતું કે જગતના પ્રલય દિવસો નજીક આવી રહ્યા છે!!રોઝ કન્ફ્યુઝનમાં આવી જતી. ચર્ચમાં જતી ત્યારે મેહસુસ થતું કે જીસસનું ભાવ જગત સમૃદ્ધ છે અને ભૌતિક જગતને કોઈ નુકસાન નહીં થવા દે. તો ભવિષ્યવેત્તાઓ, વૈજ્ઞાાનિકો, વિચારકોનું ગણિત જુદી વાત કરતું હતું કે વિશ્વના દિવસો ભરાઈ ગયા છે અને તેમને તો ૨૦૧૫થી વિશ્વનું ગણિત ગણી નાંખ્યું છે તેમજ જગતને સાવચેત કરવા માંડયું છે કે આવનાર દિવસોમાં અસલામતી અને સ્ટ્રેસ વધશે.

વિચારોની દુનિયામાં રોઝ જીસસ અને ભવિષ્યવેત્તાઓની વાણીમાં ઘંટીના  બે પડમાં ઘઉંનો દાણો પીસાય તેમ પીસાતી. જીસસ માટેની શ્રદ્ધા ડગી જવાનાં કારણો ભવિષ્યશાસ્ત્રીઓ દર્શાવતા.

'જીસસ''ની દૃષ્ટિએ આજનું વિશ્વ...!!૨૦૧૫માં વિશ્વની ‘ફાઈનેનશીયલ ક્રાઈસીસ’ વધુ ઘેરી બનશે. તો ૨૦૧૬માં ચાઈના અમેરિકાથી આગળ નીકળી જશે. પરચેઝીંગ પાવર પેરીટીમાં તેનું નામ બનશે અને સ્પેશમાં ટુરીસ્ટો માટે વિશ્વની પ્રથમ હોટેલ બનાવશે અને ૨૦૧૭માં યુરોપિયન યુનીઅન વિકાસ કરશે અને વિશ્વની પ્રથમ કીલોમીટર હાઈ સ્કાય સ્ક્રેપરનું જેદાહમાં, સાઉદી અરેબિયામાં ઓપનીંગ થશે. ૨૦૧૮માં નવી ડ્રગનું સંશોધન થશે કે જેટલું ખાવું હોય એટલું ખાઓ પણ વેઈટ ગેઈનીંગ પર નિયંત્રણ આપોઆપ આવી જશે. ઈકોનોમીક ક્રાઈસીસના એંધાણ તો આવનાર વર્ષોમાં નક્કી રહેશે.

રોઝને નિરાશા આવી જતી. ભવિષ્યશાસ્ત્રીઓ તેને ડીસ્ટર્બ કરતા. તો જીસસનું વર્લ્ડ તેના વિચારોમાં પ્રગટતી અમાસમાં પૂનમના ચંદ્રને જન્મ દેતો. ભવિષ્યશાસ્ત્રીઓ અને ટેકનોલોજીસ્ટો વિશ્વનું ભવિષ્ય લખવા સક્ષમ નહીં બને. કારણ જીસસે હજી પૃથ્વીનો સાથ નથી છોડયો અને છોડશે પણ નહીં. જેમ્સ કહે છે વિશ્વને ટકાવી રાખવા જ જીસસનો જન્મ થયો હતો.

જીસસ પહેલાં અને પછી અનેક સ્ટાર્સ જન્મ્યા, જીવ્યા, જીવશે અને પૃથ્વીને, ધરતી માતાને રાહત મળશે. માત્ર દૃષ્ટિબિંદુ બદલવું જરૃરી છે. જેમ્સ કહે છે અત્યારે જ મારી સાથે આવો. તમે કે જેઓ કહે છે આજ અથવા આવતીકાલ આપણે સૌ એવી ભૂમિ પર જઈશું, વર્ષ-દહાડો ત્યાં ગુજારીશું ખરીદી કરીશું, વેચાણ કરીશું અને નફો કરીશું અને જ્યાં તમે જાણી શકશો નહીં કે આવતીકાલ શું બનવાનું છે. બધું જ એક ક્ષણમાં બદલાઈ શકે અને એક માનવી તરીકે આપણે વિશ્વને જોતાં શીખવું ઘટે.

'જીસસ''ની દૃષ્ટિએ આજનું વિશ્વ...!!

વૃક્ષોની છાયામાં બેસતી, કદીક વાંચતી, કદીક ગાતી તો કદીક મેડિટેશનમાં ખોવાઈ જતી. તેની સામે વહેતાં ડીટ્રોઈટ નદીનાં નીર સાક્ષીભાવે જાણે તેની મેડિટેશન યાત્રામાં સહભાગી બની જતા! પ્રકૃતિ અને માનવીનો સંવાદ જગત માટે જીવન પોષક બળ બની જતું. ફ્રેશ થઈ તે નદીની બરોબર  સામે આવેલી વીન્ડઝર યુનિવર્સિટીમાં જતી. તે સાયકોલોજીની વિદ્યાર્થિની હતી. કોલેજમાં ચર્ચા-વિચારણા થતી.

'જીસસ''ની દૃષ્ટિએ આજનું વિશ્વ...!!વિશ્વના સ્ટાર વિચારકો આજ અને આવતીકાલનો તફાવત જાણે છે. આજનું મૂલ્ય કરોડોનું છે. આવતીકાલ એ કલ્પનાનો વિષય બની શકે. બીજું, વિશ્વ એ ભૌતિક શક્તિઓની પેદાશ નથી પણ વિશ્વના આધ્યાત્મિક ગુરુઓનું બળ અને ફળ બન્ને છે.

અર્થતંત્રની કટોકટી, પોલીટીકલ મેનુવરીંગ અને રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેની સ્પર્ધાઓ ગૌણ છે. વિશ્વની તાત્કાલિક ‘નીડ’ પ્રેમ છે અને પ્રેમ છે ત્યાં પરમાત્મા છે. પરમાત્માનું દર્શન આજની આ ક્ષણોમાં જ થઈ શકે. તે આવતીકાલનો – ભવિષ્યશાસ્ત્રીઓનો પ્રશ્ન નથી. પચીસ સો વર્ષ પહેલાં રાજયોગી પતંજલિએ એટલે જ ”આજ”ને મહત્ત્વ આપ્યું હતું. આજની ક્ષણ પરમાત્મા મિલનની છે.

 

Comments

comments


4,583 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 6