જીવનમાં સફળતા હાંસિલ કરવી છે તો તમારા માતા-પિતાને આ રીતે સમ્માનિત કરો

aid709308-728px-Respect-Parents-Step-12

ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને ભગવાન માનવામાં આવે છે, માતૃદેવો ભવ:, પિતૃદેવો ભવ:. માતા પિતાની સેવા કરવાથી ખુબ લાભ થાય છે. દરેકના માતા પિતા આદરણીય હોય છે તેથી તેમનું સમ્માન કરવું એ આપણી ફરજ છે. માતા-પિતા આ દુનિયામાં સૌથી મોટો ખજાનો છે. ચાલો જાણીએ માતા પિતાને સમ્માન કરવાની રીત :-

૧. તેમની ઉપસ્થિતમાં પોતાના ફોનને દુર રાખવો.

૨. તેઓ શું કરે છે તેના પર ધ્યાન આપવું.

૩. તેમનો અભિપ્રાય સ્વીકારવો.

૪. તેમને સમ્માન સાથે જોવા.

૫. હમેશા તેમના વખાણ કરવા.

૬. તેમને સારા સમાચાર અવશ્ય જણાવવા.

૭. તેમના મિત્રો અને પરિજનો સાથે સારી રીતે બોલવું.

૮. તેમના દ્વારા કરવામાં આવેલ સારા કામોને અવશ્ય યાદ રાખવા.

૯. જો તેઓ એકની એક વાતને વારંવાર સંભળાવે તો પણ એવી રીતે સાંભળવું જેમ પહેલીવાર સાંભળતા હોઉં.

૧૦.  ભૂતકાળની પીડાદાયક મેમરીઝ ને વારંવાર યાદ ન કરવી.

૧૧. તેમની ઉપસ્થિતમાં કાનમાં વાત ન કરવી.

Respect

૧૨. તેમની સાથે મેનર્સ (શિષ્ટાચાર) થી બેસવું.

૧૩. તેમના વિચારોને ક્યારેય હલકા ન બતાવવા કે ન તેમની ટીકા કરવી.

૧૪. તેઓ વાત કરતા હોય ત્યારે વચ્ચે બોલ-બોલ ન કરવું.

૧૫. તેમની ઉમરનું સમ્માન કરવું.

૧૬. તેમના નેતૃત્વને સ્વીકાર કરવું.

૧૭. તેમની સાથે ઊંચા અવાજે વાત ન કરવું.

૧૮. જમવા બેસીએ ત્યારે તેમના પહેલા ન ખાવું.

૧૯. તેમની સામે લાંબા પગ કરીને કે તમની તરફ પીઢ કરીને ન બેસવું.

૨૦. તેમની બુરાઈ ન કરવી કે ન બીજા સામે તેમની બુરાઈનું વર્ણન કરવું.

૨૧. તેમની ભૂલો પર ન હસવું.

૨૨. તે બોલે તેની પહેલા જ બધું કામ કરવાની ટેવ પાડવી.

૨૩. જયારે તમે માતા-પિતા સાથે વાત કરો ત્યારે પોતાના શબ્દોને ઘ્યાનમાં રાખીને મોઢામાંથી કાઢવા.

૨૪. તેમને એ વસ્તુથી સમ્માનિત કરવા જે તેઓ પસંદ કરે છે.

૨૫. તેમને હંમેશાં પ્રાથમિકતા આપવી.

bigstock-Portrait-of-happy-mother-and-t-20986187

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,017 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 3 =