જીઓની એ લોન્ચ કર્યો સારા ફીચર્સ વાળો સ્માર્ટફોન S6

head

ચીન ની નવી મોબાઇલ કંપની જીઓની એ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન S6 લોન્ચ કર્યો છે. મેટલ બોડી વાળા આ હેન્ડસેટ ની કિમત ભારતીય બજારમાં 19,999 રૂપિયા છે.

કંપની એ આ સ્માર્ટફોન ને ચીનમાં ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ કર્યો હતો. આ ફોન માર્કેટમાં બરાબર કિંમત વાળા બીજા ફોન લીનોવો વાઇબ એકસ 3, વન પ્લસ એક્સ અને મોટોરોલા ના મોટો એક્સ પ્લે ને ટક્કર આપી શકે છે. તમે આ સ્માર્ટફોન ને હાલમાં ફ્લીપકાર્ટ પર ખરીદી શકો છો.

શું ખાસ છે આ સ્માર્ટફોન માં

Gionee-S6-Two-color-variants

ફીચર્સ ની વાત કરીએ તો S6 માં 5.5 ઇંચનું HD ‘એમોલેડ ડિસ્પ્લે’ છે. જેનું રીઝોલ્યુશન 720 × 1280 છે. સ્ક્રીન માં કોર્નિંગ ગોરીલ્લા ગ્લાસ પ્રોટેકશન છે. આ એન્ડ્રોઇડ 5.1.1 લોલીપોપ પર બેસ્ડ એમિગો 3.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

પ્રોસેસરની વાત કરીએ તો આમાં 64-બીટ 1.3 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર મીડિયાટેક પ્રોસેસર ની સાથે 3 જીબી રેમ આપવામાં આવી છે, જે આ ફોનને ભવ્ય મલ્ટીટાસ્કીંગ ફોન દર્શાવે છે. આ ફોન ‘ગોલ્ડ અને પ્લેટિનમ’ રંગમાં ઉપલબ્ધ છે. વજન ની દ્રષ્ટિએ આ 147 ગ્રામ નો છે.

જીઓની S6 માં 13 મેગાપિક્સલનો ઓટોફોકસ રિયર કેમેરો અને ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલ નો છે. આ કેમેરામાં નાઇટ, પેનોરમા, બસ્ટ, મેજિક ફોકસ જેવા મોડ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન ની બેટરી 3150 mAh છે.

સ્માર્ટફોન ની ઇનબિલ્ટ સ્ટોરેજ 32 GB છે, જેણે માઇક્રોએસડી કાર્ડ ની મદદથી 128 GB સુધી વધારી શકાય છે. કંપની નો દાવો છે કે આ 18.8 કલાક સુધીનો ટોક ટાઇમ આપશે. કનેક્ટિવિટી માટે S6 બ્લૂટૂથ 4.0, Wi-Fi, જીપીએસ, 4 જી LTE, યુએસબી OTG અને યુએસબી ટાઇપ-સી ફીચર છે.

Comments

comments


7,133 views

Leave a Reply

Your email address will not be published.


3 − = 1