જિંદગી બદલી જશે ચાણક્યની આ નીતિને જીવનમાં ઉતારીને

fad58de7366495db4650cfefac2fcd61_1459941580

ચાણક્ય ભારતના અને અર્થશાસ્ત્રના મહાન વિદ્વાન છે. ચાણક્ય મોર્ય સામ્રાજ્યના સંસ્થાપક અને ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી હતા. ચાણક્યએ નંદવંશ નો નાશ કરીને ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવ્યો હતો. આ ઉપરાંત ભારત વર્ષની સ્થાપના પણ આમણે જ કરી હતી.

ઇતિહાસમાં ચાણક્યને ખુબ જ ચતુર અને હોશિયાર માનવામાં આવતા હતા. ચાલો આપણે પણ તેના વચનોને જીવનમાં પાલન કરી મહાન વ્યક્તિ બનવાની કોશિશ કરીએ.

*  વિદ્યાર્થીઓએ કામ એટલેકે કામવાસના થી બચવું જોઈએ. આવા વિચારો તેમણે અધ્યયનમાં મન નથી લાગવા દેતા. અત: વિદ્યાર્થીએ આનાથી દુર રહેવું જોઈએ.

*  સાંભળવાથી ઘર્મનું જ્ઞાન થાય છે, દ્રેષ દુર થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેવી જ રીતે માયાની આસક્તિ પણ દુર થાય છે.

*  તમારા બાળકોને પહેલા પાંચ વર્ષ ખુબજ પ્રેમ કરો, છ થી પંદર વર્ષ સુધી કડક અનુશાસન અને સંસ્કાર આપો, સોળ માં વર્ષથી એમની સાથે મિત્ર જેવો વ્યવહાર રાખો, તમારા સંતાનો જ તમારા સૌથી શ્રેષ્ઠ મિત્ર છે.

*  કોઈપણ કામ શરુ કરતા પહેલા ત્રણ સવાલો પોતાની જાતને પૂછવા :- હું આવું કેમ કરી રહ્યો છુ ?, આનું શું પરિણામ હશે ?, શું હું સફળ થઈશ?’

*  ચાણક્ય મુજબ શિક્ષા અને વિદ્યા કામધેનુ છે. આ દરેક પરિસ્થિતિમાં આપણું માર્ગદર્શન કરે છે અને આપણને પરેશાનીઓથી બચાવે છે. શિક્ષાના પ્રભાવથી વ્યક્તિ જીવનમાં દરેક સુખ-સુવિધાઓને પ્રાપ્ત કરે છે.

*  ભય ને નજીક ન આવવા દો. જો એ નજીક આવવા લાગે તો તેના પર હુમલો કરો અને તેમનો સામનો કરો.

*  દુનિયાની સૌથી મોટી તાકાત પુરુષનો વિવેક અને મહિલાની સુંદરતા છે.

*  નોકરને બહાર મોકલ્યા પછી, ભાઈ-બંધુઓને સંકટના સમયે, દોસ્તોને વિપત્તિમાં અને પોતાની સ્ત્રીને ઘન નષ્ટ થતા પારખી શકાય છે.

*  એવા વ્યક્તિઓ જે તમારા સ્તર (લેવલ) કરતા ઊંચા હોય કે નીચા હોય તેમને મિત્ર ન બનાવો. સમાન સ્તરના મિત્રો જ સુખદાયી હોય છે. તેથી આને મિત્ર બનાવવા.

Comments

comments


12,166 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 6 =