જિંદગી એટલે ફક્ત દુઃખનો દરિયો જ નહિ બીજું પણ કઈક હોય છે!

pari

જિંદગીનો મતલબ શું ?

અધૂરા ઉદેશ્યો,

પુરી ન થયેલી અપેક્ષાઓ,

દબાયેલા ઉદ્વેગો,

કુદરતે બાંધેલા સંબંધો,

વણજોઇતી સંવેદનાઓ,

જેમતેમ વીતેલો સમય

કે

બાકી રહેલુ અણધાર્યુ ભવિષ્ય ?

બિલકુલ નહીં.

જિંદગી ઍટલે………

4677104

તમારા સંતાનની સવારની પહેલી મુસ્કાન,

તમારા મિત્રોની શુભેચ્છાઓ,

પતંગિયાના રંગ જોઈ અનુભવેલો આનંદ,

વરસાદના ટીપા હાથમાં લઈ તેની જોડે રમવૂ,

થાકીને સાંજે ઘરે જાવ તો જીવનસાથીનો મીઠો આવકાર,

લોથપોથ થઈને મીઠી ઉંઘને બોલાવવુ તે,

અધૂરી ઈચ્છાઓને સ્વપ્નોમાં પુરી થયેલ જોવુ,

પુરી થયેલા ઉદેશ્યોને મનભરીને માણવૂ.

ઈશ્વરે આપેલ દરેક સુખ માટે આભાર માનવો તે,

કોઇ દુખિયારાને બે ક્ષણ માટે પણ આનંદ આપવો,

જિંદગી પુરી નથી થતી કદી,

બસ થોડીવાર માટે અલ્પવિરામ

મુકાઈ જાય છે કોકવાર.

Comments

comments


9,289 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 3 =