જિંદગીની પૂરેપૂરી મજા માણવી છે, તો બાળકો પાસેથી શીખો આ વાતો…
જેમ જેમ આપણી ઉમર વધવા લાગે તેમ તેમ આપણી બુદ્ધિ પણ નાની થવા લાગે છે. આપણે ગંભીર પ્રવૃત્તિ વાળા થઈ જઈએ છીએ એટલે નાની-નાની વાતોને હળવાશથી નથી લેતા. એવામાં જિંદગીની મજા ગુમ થઈ જાય છે અને જિંદગી ફિક્કી પડી જાય છે.
ઘણી વાર આપણને એવું પણ ફિલ થાય છે કે આપણે પાછા નાના બાળક બની જઈએ તો.. પણ, મસ્તી કરવા માટે નાના બાળકો જેટલી ઉમરની જરૂર નથી પણ તેની જેવું હદય રાખવું જરૂરી છે.
નાના બાળકો જેવી થોડી આદતોને અનુસરો અને તમારી જીંદગીની પૂરેપૂરી મજા માણો. તો ચાલો આપણે જાણીએ કે તે કઈ-કઈ બાબતો છે જેને આપણે બાળકો પાસેથી શીખવી જોઈએ.
કોઈના થી અલગ ન થવું
બાળકો બધી વસ્તુને ઘણા રંગ અને ઠંગથી જોતા હોય છે. તેમના માટે કોઈ વસ્તુના બે અર્થ નથી હોતા, જેમકે આપણે માની લઈએ છીએ. તેમને રંગ, જાતિ, ભેદભાવ, સમુદાય, સફેદ-કાળા લોકો સાથે કોઈ મતલબ નહિ હોતો. બસ, બાળકોની આ વાત જ તેમને ક્યૂટ બનાવે છે અને તેમને બધાની વચ્ચે લાવે છે. તો તમે પણ બાળકોની જેમ તેમની આ આદતને અપનાવી લ્યો.
તમે જે છો, તે છો
બાળકોને જુઓ, તેઓ બિલકુલ ફ્રેન્ક અને પોલાઇટ હોય છે. તેમને કોઈની કાળજી નથી હોતી. તે પોતાના માં જ વ્યસ્ત રહેતા હોય છે અને તેને ફક્ત પોતાની જ ચિંતા હોય છે. તેઓ બાહ્ય દેખાવ નથી કરતા.
સ્માઈલ
બાળકોની આંખોમાં આંસુ હોય છે, પરંતુ તેમનું હદય ખુશ હોય છે. એવું જ તમે પણ કરો, હંમેશા ખુશ રહો. સકારાત્મક વિચારો રાખો અને શ્રેષ્ઠ પ્રયાસો કરતા રહો.
મોટા સપના જુઓ
બાળકો કહે છે કે મોટા થઈને એરોપ્લેન લેશું અને તેમને આવું બોલીને ખુશી મળે છે. તમે પણ તેમની જેમ ઊંચા વિચારો ધરાવો. 10 નું વિચારશો તો કમ સે કમ 5 સુધી તો પહોચશો જ. સપના જોયા બાદ તેને સાકાર કરવાની હિંમત આવે છે.
સ્ટ્રેસમાં ન રહો
બાળકોને કોઈ સ્ટ્રેસ નથી રહેતો કારણકે તેઓ સ્ટ્રેસ લેવા જ નથી માંગતા. તમે પણ આમ કરો, બિનજરૂરી સ્ટ્રેસ ન લો. નાની નાની વાતોનું ટેન્શન ન લેવું અને હકારાત્મક વસ્તુઓથી દૂર રહેવું. સારી વાતો સાંભળવી અને સારી વાતો જ કરવી.
કોઇથી ભયભીત ન રહેવું
બાળકોમાં બિલકુલ ડર નથી હોતો, તેઓ ડરરહિત હોય છે. તમે પણ આમ કરી શકો છો. જે કામ કરો, તેને મન લગાવી અને નીડર થઈને કરવું. આનાથી તમારામાં દુર્દમ્ય ક્ષમતાઓનો વિકાસ થશે.
મિત્રો બનાવો
બાળકો કોઈને પણ મિત્ર બનાવવા પસંદ કરે છે. તેમને માટે સ્ટ્રેસ જરૂરી નથી, બસ તેને તે માણસ પસંદ આવવો જોઈએ. તમે પણ આવું કરો.
સરળતાથી માફ કરવું
જયારે આપણે મોટા થઈ જઈએ છીએ ત્યારે આપણે વાતને ભૂલી નથી શકતા અને તે વાતની ચિંતા કરતા રહીએ છીએ. જોકે, બાળકો આમ નથી કરતા. તેઓ વાતને ભૂલી જાય છે અને તેને માફ કરીને આગળ વધે છે, જેથી તેમની લાઈફમાં પોઝ નથી આવતો.
લાગણીઓને એક્સપ્રેસ કરવી
બાળકો તેમની દરેક લાગણીઓને એક્સપ્રેસ (વ્યક્ત) કરે છે. જયારે તેમને રડવું હોય ત્યારે તે રડે છે, જયારે હસવું હોય ત્યારે મન મુકીને હસે છે. આ કારણોથી તેમના મનની અંદર મૂંઝવણ નથી થતી. પોતાની ભાવનાને સમય અનુસાર એક્સપ્રેસ કરતું રહેવું.
કોપી કરતા શીખો
બાળકો બીજાની નકલ ઉતારવી, એ ખુબ જલ્દી શીખી જાય છે. કારણકે આમાં માટે તે એ વસ્તુ પર વધારે ધ્યાન આપે છે. આમ કરવાથી તેનું મગજ તેજ થાય છે. તમે પણ આમ કરો કઈ પણ શીખો એ તમારે જ કરવાનું છે, એમ કરવાથી તમે કુશાગ્ર બુદ્ધિના થઈ જશો.
પ્રશ્નો પૂછવા
ક્યારેક નાના બાળકો સાથે સમય વિતાવી જોવો. એ એટલા બધા સવાલોનો ઢગલો કરશે કે તમારું મગજ ફરી જશે. બાળકોની એક વાત ખુબ સારી હોય છે, જ્યાં સુધી તેમને કઈ સમજાય નહિ ત્યાં સુધી તે હા નહિ કરે અને તમને સવાલો પૂછ્યા જ કરશે.
સીધું બોલી દેવું
ફેરવી- ફેરવીને બોલવાની આદત મોટા થયા બાદ જ આવે છે. બાળકો હંમેશા, જે સ્પષ્ટ હોય તે જ જણાવી દે છે. આનાથી લોકોને તમારી સાથે ફેર બોલવાની અપેક્ષા રહે છે. એ તમને તમારી આ યુએસપી (ખાસિયત) ને કારણે પસંદ કરે છે.
એક્સપ્લોર (શોધખોળ) કરો
નવી વસ્તુને જાણવી, સમજવા માટે બહાર નીકળવું વગેરે જરૂરી હોય છે. બંધ રૂમમાં ગૂગલ પર સર્ચ કરીને ક્યાં સુધી કામ ચલાવશો. વ્યવહારિક જ્ઞાન પણ આવશ્યક છે. બાળકોનો શારીરિક, માનસિક અને પર્યાવરણીય વિકાસ એટલા માટે જલ્દી થાય છે કે તેઓ બહાર નીકળીને ફરવામાં વિશ્વાસ કરે છે.