જાતે બનાવો સ્વાદિષ્ટ કચ્છી દાબેલી

સામગ્રી :

Make yourself a delicious Kutchhi Dabeli

• બટાકા ૨૫૦ ગ્રામ
• દાબેલીના બન ૬ નંગ
• દાબેલીનો મસાલો ૧ ટેબલ સ્પૂન
• તેલ ૩ ટેબલ સ્પૂન
• ખજૂર આમલીની ચટણી ૧ કપ
• લસણ-લાલ મરચાની ચટણી ૧ ટેબલ સ્પૂન
• સીંગ (સીંગદાણા તળીને તેના પર મસાલો ચડાવેલા) ૧ કપ
• દાડમના દાણા ૧ ટેબલ સ્પૂન
• બારીક સમારેલી કોથમીર ૧ ટેબલ સ્પૂન

બનાવવાની રીત :

Make yourself a delicious Kutchhi Dabeli

એક કડાઈમાં તેલ મૂકીને ગરમ થાય એટલે તેમાં બાફેલા બટાકાનો માવો અને દાબેલીનો મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લો. જરૂર પ્રમાણે તેમાં મીઠું ઉમેરો અને સાથે ખજૂર આમલીની ચટણી ૧ થી ૨ ટેબલ સ્પૂન ઉમેરીને હલાવી લો. ગેસ પરથી ઉતારીને તેમાં સમારેલી ડુંગળી ભેળવી લો. ત્યારબાદ દાબેલીના બનને વચ્ચેથી કાપીને તેની એક ભાગ પર ખજૂર આમલીની ચટણી અને બીજા ભાગ પર લસણ-મરચાની પાતળી ચટણી લગાવીને હવે બન્ને પડ વચ્ચે બટાકાનો તૈયાર કરેલો મસાલો ભરો. તે વખતે સાથે મસાલા સીંગ અને દાડમના દાણા પણ મસાલામાં ઉમેરો. હવે બનને માખણ લગાવીને બન્ને તરફ દબાવીને થોડા થોડા શેકી લો. ગરમ ગરમ દાબેલી લીલી ચટની અને સોસ સાથે સર્વ કરો તમે શેક્યા વગરની કાચી દાબેલી પણ ખાઈ શકો છો તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. સ્વાદમાં ચેન્જ માટે તેમાં તીખી, મોળી સેવ અને લીલી કોથમીર પણ નાખી શકાય. પછી તેને સર્વ કરો.

Make yourself a delicious Kutchhi Dabeli

Comments

comments


10,502 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 1