સામગ્રી
* ૩ ટીસ્પૂન સફેદ તલ,
* ૩ ટીસ્પૂન શીંગદાણા,
* ૨ ટીસ્પૂન ધી,
* ૧/૨ ટીસ્પૂન રાઈના દાણા,
* ૧ ટીસ્પૂન ચણાની દાળ,
* ૧/૪ ટીસ્પૂન હિંગ,
* ૫ મીઠા લીમડાના પાન,
* ૩ નંગ ટુકડા કરેલ કાશ્મીરી રેડ મિર્ચ,
* ૨૧/૨ કપ બાફેલા રાઈઝ,
* ૨ ટીસ્પૂન છીણેલું ફ્રેશ નારીયેલ,
* ૨ ટીસ્પૂન મલાગા પોડી,
* ૧/૪ ટીસ્પૂન હળદર,
* ૩ ટીસ્પૂન આમલીનો પલ્પ,
* સ્વાદાનુસાર મીઠું.
રીત
નોનસ્ટીક પેનમાં સફેદ તલ અને શીંગદાણા નાખીને ઘીમાં ગેસે શેકી લેવું. બાદમાં આને મિક્સરમાં પીસી લેવું.
હવે રાઈઝ બનાવવા માટે પેનમાં ધી નાખી ગરમ થાય એટલે તેમાં રાઈના દાણા અને ચણાની દાળ બ્રાઉન રંગની થાય એટલે તેમાં હિંગ, મીઠા લીમડાના પાન, ટુકડા કરેલ કાશ્મીરી રેડ મિર્ચ, બાફેલા રાઈઝ, છીણેલું ફ્રેશ નારીયેલ, તલ-શીંગદાણા નો મસાલો, મલાગા પોડી, હળદર, આમલીનો પલ્પ અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેવું. બાદમાં આને ગરમાગરમ સર્વ કરો.