જાણો… Sports જગત વિષે જોડાયેલ રસપ્રદ વાતો….

3BEB478300000578-4097248-image-a-10_1483792270259

*  સમગ્ર વિશ્વમાં ફૂટબોલ સૌથી વધારે જોવાયેલ રમત છે. આના ૧ બિલિયન (અરબ) કરતા પણ વધારે ફેંસ છે.

*  ઓલમ્પિક રમતમાં સૌથી વધુ મેડલ જીતનાર સોવિયેત ના જીમ્નાસ્ટ ‘લેરીસ લેટીની’ નું નામ સૌથી ઉપર આવે છે. લેરીસે ૧૯૫૬ થી ૧૯૬૪ સુધી કુલ ૧૮ મેડલ્સ જીત્યા છે.

*  ફૂટબોલ ના બોલને ચામડાના ૩૨ ટુકડા સાથે જોડીને ૬૪૨ ટાંકા લઈ સિલાઈ કરી જોડયા બાદ તૈયાર થાય છે.

*  ક્રિકેટનો બોલ બનાવવા બોલમાં ૬૫ થી ૭૦ ટાંકા લીધા બાદ તૈયાર થાય છે.

*  ગોલ્ફ એકમાત્ર એવો ખેલ છે જેણે ચંદ્રની સપાટી પર રમવામાં આવ્યો છે. છે ને ખરેખર ચોકાવનારી વાત!

*  સૈફ અલી ખાન ના દાદા ઇફ્તીહાર અલી ખાન પટૌડી ક્રિકેટના એકમાત્ર એવા પ્લેયર હતા જેમણે ટેસ્ટ મેચ બે દેશો તરફથી રમી છે. તેમણે ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમ માંથી મેચ રમી છે.

1461806714792

*  ઓલમ્પિક (Olympics) રમતની શરૂઆત ‘ઓલમ્પ્સ’ નામના યુનાની દેવતા ના સમ્માનમાં સૌપ્રથમ ૭૭૬ ઈ.સ. પૂર્વે થઇ હતી. તે સમયે આમાં નાટક, સંગીત, સાહિત્ય, કળા અને જીમ્નાસ્ટીક જેવી રમતો આયોજિત થતી હતી.

*  ૮૦ % કરતા પણ વધુ ફૂટબોલ પાકિસ્તાન માં બનાવવામાં આવે છે.

*  ઓલમ્પિક રમત નું આયોજન દર ચાર વર્ષ પછી કરવામાં આવે છે.

*  રસપ્રદ! ઇંગ્લેન્ડના બેટ્સમેન એલેક સ્ટેવર્ટ (Alec Stewart) નો જન્મ 8-4-63 માં થયો હતો અને તેમણે પોતાના ટેસ્ટ કરિયરમાં 8463 રન બનાવ્યા હતા.

*  વોલીબોલ રમતની શોધ વર્ષ ૧૮૯૫માં અમેરિકાના ‘વિલિયમ જ્યોર્જ મોર્ગને’ કરી હતી.

cricket-ball-bat

Comments

comments


6,346 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


8 − = 4