જાણો… હોઠોની સુંદરતા વધારવાના સરળ ઉપાયો

home-remedies-to-get-pink-lips-naturally

હોઠોની સુંદરતા ચહેરાના આકર્ષણને ખુબ વધારી દે છે અને તેને એલીગેંટ લુક આપે છે. હોઠોની તુલના પ્રારંભથી જ ગુલાબ ની પાખડી સાથે કરવામાં આવી છે. સામાન્ય રીતે બધા લોકોને અપીલિંગ લીપ્સ જ પસંદ હોય છે.  આજે અમે તમને આના સરળ ઉપાયો વિષે જણાવવાના છીએ જ તમારા ચહેરાને આપણે હોટ લુક.

હોઠો પર શું લગાવવું

petroleum-jelly

હોઠને સ્વસ્થ રાખવા માટે દરરોજ રાત્રે પેટ્રોલિયમ જેલી લગાવીને સુવું. આ આખી રાત મોયસ્ચરાઈઝ ને લોક કરે છે, જેનાથી હોઠ સુકા નથી પડતા. આમ કરવાથી સવારે જયારે તમે ઉઠો ત્યારે તમારા હોઠ ગુલાબી અને સોફ્ટ થઇ જશે.

કામકાજ દરમિયાન

Carmex-Moisture-Plus-3

તમે જયારે ઓફીસે હોવ છો ત્યારે એર કન્ડીશનરની ઠંડી હવા તમને ગરમીથી રાહત તો આપે છે પણ તે હોઠોને ડ્રાય કરી નાખે છે. તેથી આની સુંદરતા માટે જરૂરી છે તમે પર્યાપ્ત માત્રામાં મોયસ્ચરાઈઝ કરો. ઓફિસે તમારા હોઠની સુંદરતા ગાયબ ન થાય તે માટે તમારે થીક કોટ મોયસ્ચરાઈઝનો પ્રયોગ કરવો.

અસરકારક સનસ્ક્રીન

5_exfoliate

યાદ રાખો કે તમારા ચહેરા અને શરીરને જ સનસ્ક્રીનની આવશ્યકતા નથી. હોઠને પણ જરૂરી છે. તમારા હોઠ એ એક સંવેદનશીલ ભાગ છે. તમારે ગ્લોસી અને શાયની હોઠ જોઈએ તો તેનું પૂરે પૂરો ખ્યાલ રાખવો જોઈએ. જયારે તમે તડકામાં રહો ત્યારે વેસેલિન લિપ થેરાપી અચૂક લગાવવું.

નેચરલ લિપ સ્ક્રબ

4_shiny-lips

અઠવાડિયામાં ઓછામાં ઓછુ ૨ વાર તો સ્ક્રબિંગ કરાવવું જ જોઈએ. આનાથી ડેડ સ્કીન નીકળી જાય છે અને રુધિરાભિસરણ માં પણ વૃદ્ધિ થાય છે. સ્ક્રબ કરવા માટે ૫ થી ૬ ઓલિવ ઓઈલના ટીપા અને એક ટેબલ સ્પુન શુગરમાં મેળવી દો. આનાથી હોઠોને એક્સફોલીએટ કરો. ત્યારબાદ સારી રીતે હોઠને ધોય લેવા અને પછી હીલીંગ લિપ બટર કે તમારી પસંદગીનું કોઈ લીપ મોયસ્ચરાઈઝ લગાવવું. એક્સફોલીએટર (ડેડ સ્કીનને બહાર કાઢવા) કરવા માટે વેસેલિનને બેબી ટૂથબ્રશ પર લગાવો અને ધીરે ધીરે હોઠને એક્સફોલીએટ કરો. આ પ્રક્રિયા તમે રોજ કરી શકો છો.

સ્ક્રબિંગ કરો

woman-person-girl-jewelry-2140

નારિયેળ અથવા કુદરતી ઓલિવ ઓઈલ લો. આમાં બે ટેબલ સ્પુન બ્રાઉન શુગર અને ૧ ટી સ્પુન મધ નાખો. આ મિશ્રણને યોગ્ય રીતે હલાવી લો. આને ગ્રાઇન્ડ કરીને તેનો પેસ્ટ તૈયાર કરો. આ હોઠો માટે એક સારું અને નેચરલ સ્ક્રબ છે. આનો ઉપયોગ કરવાથી તમારા હોઠોને સ્મૂથ અને એલીગેંટ લુક મળશે.

આનો પ્રયોગ કેવી રીતે કરવો

2_lip-plumping-gloss

આ તૈયાર સ્ક્રબને એક બરણીમાં ભરી લો તમે આનો ઉપયોગ અઠવાડિયામાં એકવાર કરી શકો છો. આ મિશ્રણને ધીમે ધીમે હોઠો પર લગાવો. આનાથી હોઠની ડેડ સ્કીન નીકળી જશે અને હોઠ કોમળ બનશે. સ્ક્રબ કર્યા બાદ મોયસ્ચરાઈઝ કરવા માટે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવો.

નારિયેળ ઓઈલ તમારા લીપ્સને સોફ્ટ કરવાની સાથે સાથે સ્ટનિંગ પણ કરશે. બ્રાઉન શુગર એ એક સારો એક્સફોલીએટર સ્ત્રોત છે અને મધ એ ત્વચાને મોયસ્ચરાઈઝ કરે છે જેનાથી તમારા હોંઠ પીલિંગ (ફાટેલા) નથી રહેતા. ઉપરોક્ત જણાવેલ સ્ટેપ્સને ફોલો કરતા તમારા આ સંવેદનશીલ ભાગનું સંવેદનશીલતાથી ધ્યાન રહેશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


16,403 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 3