જાણો… હિંદુ ધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનાનું મહત્વ

lord-shiv-shankar-black-and-white-hd-wallpaper

હિંદુ ઘર્મમાં શ્રાવણ મહિનાને ખુબજ મહત્વ આપવામાં આવે છે. આને પવિત્ર માસ ગણવામાં આવે છે. આ મહિનામાં શંકર ભગવાનની સાધના વધારે કરવામાં આવે છે.

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચુક્યો છે. શ્રાવણ માસમાં લોકો મંદિરે જઇ ને ભગવાન શિવને બિલ્વપત્ર ચઢાવી શ્રધ્ધા પૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વ્રત, ઉપવાસનો પણ અનેરો મહિમા છે. જેથી શ્રધ્ધાળુઓ શ્રાવણ માસમાં ઉપવાસ કરી ભોળાનાથ શિવજીની પૂજા-અર્ચના કરી બિલીપત્ર ચઢાવી ધન્યતા અનુભવશે.

જો આપણે શ્રદ્ધા અને આસ્થાથી શિવની પૂજા કરીએ તો તે આપણી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. દરેક પ્રકારની મનોકામના ની પૂર્તિ માટે પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરવો. શંકર ભગવાન ક્યારેક કોપાયમાન, રૌદ્ર રૂપ ધારણ કરે છે તો ક્યારેક ખુબજ પ્રસન્ન થઇ જાય છે. પ્રસન્ન થઈને તેઓ લોકોની મન્નતો પૂરી કરે છે.

508018-shivashiva

પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીની ઉપાસના કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. ‘શી’ શબ્દનો અર્થ કરતા ઋષિમુનીઓ જણાવે છે કે ‘શિ’ એટલે નિત્ય સુખ, ‘ઇ’ એટલે પુરુષ અને ‘વ’ એટલે શક્તિ. આ ત્રણેયનું સુભગ મીલન એટલે જ પરમકૃપાળુ ભોળાનાથ ‘સદાશિવ‘. દરેક મનુષ્યએ પોતાના આત્માને શિવ સ્વરૂપે સમજીને શિવપૂજન કરવું જોઈએ.

શ્રાવણના દર સોમવારે લોકો ભગવાન શિવની આરાધના, ઉપાસના કરે છે અને મંદિરે જાય છે. સોમવારના દિવસે શિવની આરાધના ને ‘સર્વસુલભ’ માનવામાં આવે છે. આ પવિત્ર માસમાં ભગવાન શિવના દર્શન અને અભિષેક કરવાથી ‘અશ્વમેઘ યજ્ઞ’ કરવાથી જેટલું પુણ્ય અને ફળ મળે છે તેટલું જ આમાં મળે છે.

Comments

comments


10,208 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 48