એકબાજુ કાર્સ કોઈક લોકોની જરૂરિયાત છે તો કોઈક ફક્ત પોતાના શોખો પુરા કરવા માટે આને સ્ટેટસ નો સિમ્બોલ બનાવે છે. મોંધી ગાડી ના શોખીન હોવ તો ઓડી નું નામ તમે સાંભળ્યું જ હશે.
Audi કાર એ અત્યાર ના જમાનાની સુપ્રસિધ્ધ એવી લક્ઝરી કાર છે. ભારતમાં મોટાભાગે લોકો જો લકઝરીયસ કાર્સ ખરીદે તો તેમાં Audi ને જ લેવાનું વધારે પસંદ કરે છે. ફક્ત ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ Audi વધારે વહેચાતી ગાડી છે. આ કાર દુનિયાભરમાં પોતાની સ્ટાઈલ માટે જાણીતી છે. સાથે જ આમાં સુરક્ષાના પણ ઘણા બધા ફીચર્સ છે. જો આ તમારી પાસે હશે તો તમને ખબર જ હશે કે આ કેટલી દમદાર છે.
* ઓડી કાર ને ‘ઓગસ્ટ હોર્ચ’ (August Horch) નામના જર્મન એન્જિનિયરે બનાવી હતી.
* ભારતમાં ઓડી ‘ઇન્ડિયા પ્રાઈવેટ લીમીટેડ’ ની સ્થાપના ૨૦૦૭ માં કરવામાં આવી હતી. આ જર્મન કારની માલિકી ભારતમાં ‘ફોકસવેગન ગ્રુપ’ પાસે છે. આજની તરીકે ભારતમાં ઓડી ના ૩૭ શોરૂમ્સ છે, જે ભારતના અલગ અલગ સિટીમાં છે. ભારતમાં આનું મુખ્યાલય મુંબઈ, મહારાષ્ટ્ર માં છે.
* જર્મની ના બવેરીયા રાજ્યમાં એક નાનકડું એવું શહેર છે જેનું નામ ‘ઈન્ગોલ્શટાટ’ (ingolstadt) છે. આ શહેર માં પહોચતા જ તમને અહીના રસ્તાઓ માં ફક્ત Audi જ જોવા મળશે. એ પણ અલગ અલગ કલર્સમાં અને અલગ મોડેલ માં. આ શહેરમાં જતા એવું ફિલ થાય કે જાણે આ શહેરને Audi પ્રત્યે જબરો પ્રેમ છે.
ખરેખર, સવા લાખ ની વસ્તી ઘરાવતા આ ઘરાવતા શહેરમાં ‘Audi’ નું મુખ્યાલય છે. ઉપરાંત Audi કંપની એ પોતાની અલગ અલગ કાર્સ લોકોને બતાવવા એક મ્યુઝીયમ પણ આ શહેરમાં બનાવ્યું છે. તેણે પણ લોકો જોવા માટે અહી જાય છે.
* અત્યારના આધુનિક જમાનામાં લોકોને જે કાર્સની ચાહત રહે છે તે છે મર્સીડીઝ, ઓડી, બીએમડબલ્યુ. આ ત્રણેય સુપર લક્ઝરી કાર્સનો પ્રણેતા દેશ જર્મની જ છે.
* અત્યારના યુથમાં સૌથી પોપ્યુલર અને મોસ્ટ સ્ટાઈલીશ એટલે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન ‘રન મશીન’ વિરાટ કોહલી પાસે પણ Audi ની R8 V10 Plus સીરીઝ વાળી કાર છે. આ કારની કિંમત ૧.૮૭ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત અભિનેત્રી આલિયા ભટ્ટ પાસે પણ Audi ની Q5 સીરીઝ છે.
* વેલ, Audi A8 ને એક્સ્પેન્સીવ કાર માનવામાં આવે છે. આ કારનો પાવર 258BHP છે. આનો મેક્સીમમ ટાર્ક 550Nm છે. જયારે આની સ્પીડ 250 Kmph છે. આની કિંમત લગભગ ૧.૧૭ કરોડ રૂપિયા છે.