ફક્ત તમાકુના સેવન ને કારણે જ સમગ્ર વિશ્વમાં ૫૦ થી ૬૦ અને એકલા ભારતમાં ૧૦ થી ૧૨ લાખ વ્યક્તિ પ્રતિવર્ષ તમાકુના કારણે લોકોનું મૃત્યુ થાય છે. એક અનુમાન અનુસાર દોઢ અરબ લોકો ધૂમ્રપાન કરે છે. આ ધાતક સ્થિતિ તમાકુમાં રહેલ અત્યંત હાનિકારક તત્વ નિકોટીનને કારણે થાય છે.
* ભારતમાં હરરોજ ૬૦૦૦ બાળકો કોઈને કોઈ પ્રકારે તમાકુનું સેવન કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મોટાભાગના લોકો પોતાનું સ્ટેટસ બતાવવા અને શોખ માટે જ સિગારેટ નું સેવન કરે છે.
* આનો વિષેલો પદાર્થ મનુષ્યના રક્તને દુષિત કરે છે. ધૂમ્રપાન કરતા લોકોને મોઢાનું ઝડબું ધીમે ધીમે બંધ થવા લાગે છે અને મોઢાની ચમક ફીકી પડવા લાગે છે. તમાકુને કારણે આપણી સુંધવાની ક્ષમતા, આંખોની દ્રષ્ટિ અને કાનોને સાંભળવાની ક્ષમતા પ્રભાવિત થાય છે.
* નિકોટીન ઝેરને કારણે ચક્કર આવવા લાગે, ચાલવામાં પગની ગતિ ધીમી પડે, પાચનતંત્ર બગડી જાય છે, અપચો, બહેરાશ વગેરે જેવી સમસ્યાઓ પેદા થાય છે.
* દરવર્ષે ૩૧ મે ના દિવસે ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ ઉજવવામાં આવે છે. તમાકુ હાર્ટ અને ફેફસાંની બીમારીનો જન્મ આપે છે. તબીબી નિષ્ણાતના જણાવ્યા મુજબ રોજ 5 થી 10 સિગારેટ પિનાર વ્યક્તિને હાર્ટ એટેક આવવાની સંભાવના બે ગણી વધી જાય છે અને સિગારેટ ની ૧ કશ જીંદગીના પાંચ મિનીટ ઓછા કરી નાખે છે.
* દુનિયામાં સૌથી વધુ ધુમ્રપાન માં ચાઈના નો પહેલો નંબર આવે છે.
* WHO મુજબ, દરવર્ષે લગભગ ૬ લાખ લોકો passive smoking (બાજુમાં ઉભી રહેલ વ્યક્તિ સિગારેટ પીવે અને તેનો ઘુમાડો આપણા શ્વાસ માં જાય તે) ને કારણે મૃત્યુ થાય છે. આ ઘુમાડા થી બીજા લોકોને બીમારી થાય છે.
* તમાકુ એક પ્રકારનો પદાર્થ છે જેને નશા માટે બીડી, સિગારેટ, ગુટકા, જર્દા, ખેની, હુલ્લો, ચિલમ, ધૂમટી વગેરે રૂપે લેવામાં આવે છે.
* ધૂમ્રપાન કરનાર વ્યક્તિની ઉમર, ધૂમ્રપાન ન કરનાર વ્યક્તિની તુલનામાં ૨૨ થી ૨૬ ટકા ઓછી થઇ જાય છે.
* તમાકુ ઉત્પાદનના ક્ષેત્રે પ્રથમ ચીન અને ભીજા નંબરે ભારત આવે છે. ભારતમાં દરરશે ૮૦ કરોડ કિલો તમાકુનું ઉત્પાદન થાય છે.
* ભારતના તમાકુ ઉદ્યોગમાં ૪ કરોડ ૫૦ લાખ લોકો જોડાયેલ છે.