હિંદુ ઘર્મ દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો ઘર્મ છે. પહેલા નંબર પર ક્રિશ્ચિયાનિટી (ખ્રિસ્તી) અને બીજા નંબરે ઇસ્લામ ઘર્મ આવે છે. એક અધ્યયન અનુસાર ભારતમાં બહુસંખ્યક હિંદુઓ રહે છે. ભારતને બધા પ્રમુખ ઘર્મનો દેશ માનવામાં આવે છે. ચાલો જાણીએ આના વિષે જાણવા લાયક નવી વાતો…
* હિંદુ ધર્મના કોઈ સંસ્થાપક નથી. આ ઘર્મની સ્થાપના ક્યારે કરવામાં આવી તે અંગે પણ લોકોને જાણકારી નથી.
* દુનિયામાં ૧૩.૮ ટકા વસ્તી હિંદુ ઘર્મની છે.
* હિંદુઓમાં માંસ ન ખાનાર ની સંખ્યા ફક્ત ૩૦ ટકા આસપાસ જ છે.
* ૧૬૨.૬ હેક્ટર અર્થાંત ૪૦૧ એકર કરતા પણ વધુ જમીનમાં ફેલાયેલ હિંદુ મંદિર ‘અંગકોર વાટ’ કમ્બોડિયામાં આવેલ છે.
* હિંદુ ઘર્મમાં લખવામાં આવેલ પુસ્તક ‘ઋગ્વેદ’ ૩૮૦૦ વર્ષ જુનું છે. આ ઉપરાંત આને સૌથી જુનું પુસ્તક માનવામાં આવે છે.
* ભારતની તુલનામાં નેપાળમાં હિંદુઓની જનસંખ્યા વધારે છે. નેપાળમાં લગભગ ૮૧.૩ ટકા હિંદુઓ છે જયારે ભારતમાં ૮૦.૫ ટકા હિંદુઓ છે.
* ભારતમાં ૨૦ એવા મંદિરો છે જે ૧૦૦૦ વર્ષ કરતા પણ જુના છે.
* હિંદુ ઘર્મમાં જીવનનો લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. એવી માન્યતા છે કે મોક્ષ બાદ આત્માને મૃત્યુ અને પુનર્જન્મના ચક્રથી મુક્તિ મળી જાય છે.
* હિન્દુઓના મંદિરોમાં મોટાભાગે હળદર અને તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. આ તત્વો વૈજ્ઞાનિક રૂપે શિયાળામાં બેસ્ટ એંટી બાયોટીક્સ સાબિત થઇ ચૂકેલ છે.
* ‘કામસૂત્ર’ પ્રાચીન સાહિત્ય સંસ્કૃતમાં ‘વાત્સ્યાયન’ દ્વારા લખાયેલ સૌથી જૂની ‘યૌન શિક્ષા’ ની બુક છે. કામસૂત્ર ની બુક ૨૦૦-૪૦૦ ઈસા જૂની છે.
* દુનિયામાં સૌથી વધારે વહેચાતા પુસ્તકમાંથી ‘કામસૂત્ર’ પુસ્તક એક છે.
* યોગ, પ્રાણાયામ, જ્યોતિષ, અંકજ્યોતિષ, હસ્તકલા અને વાસ્તુશાસ્ત્ર પ્રસિદ્ધ છે. આ બધું હિંદુઓની લાઈફસ્ટાઈલ નો જ એક ભાગ છે.
* હિંદુ ઘર્મમાં ૧૦૮ ને પવિત્ર માનવામાં આવે છે. તેથીજ માળાઓ માં ૧૦૮ મણકાઓ હોય છે.
* હિંદુઓ માં ઉપવાસ ને વધારે મહત્વ આપવામાં આવે છે.
* હિંદુ એવો ઘર્મ છે જેમાં ઘન ની પૂજા કરવામાં આવે છે. આમાં ઘનની દેવી લક્ષ્મી અને કુબેર ની પૂજા કરવામાં આવે છે.
* ભારત સિવાય વિશ્વના ઘણા બધા દેશોમાં હિંદુ મંદિરો આવેલ છે.
* હિંદુ, બોદ્ધ અને જૈન ઘર્મની માન્યતાઓ અનુસાર ‘સ્વસ્તિક’ ને શુભ પ્રતિક માનવામાં આવે છે.