જાણો વંદાને ઘરમાંથી ભગાવવાના ઘરેલું નુસખા

americanCockroachAdult

* વંદા જોવામાં જ ગંદા લગતા હોય છે. જયારે એ ઘરમાં હોય છે ત્યારે અનેક નાની-મોટી બીમારીઓ પેદા કરે છે. ઘણા લોકો વંદાને જોઇને ઘભરાય પણ જાય છે. મોટાભાગે જોવા પણ ન ગમે તેવા વંદા રસોડામાં જોવા મળે છે. તેને દુર કરવાની ટીપ્સ અહી જણાવવામાં આવી છે.

* રસોડાના કેબિનેટ (લાકડાના ફર્નીચર વાળી વસ્તુ) ની અંદર રેડ વાઈન રાખવાથી વંદા ભાગી જાય છે. બસ એક વાટકીમાં રેડ વાઈન નાખો અને તેને કેબીનેટની અંદર મુકી દો.

* લવિંગ પણ વંદાને ભગાવવામાં મદદ કરે છે. આના માટે જ્યાં વંદો દેખાય ત્યાં ૨ થી ૪ લવિંગ મૂકી દેવા.

* ઘરમાં છુપાયેલ વંદાને દુર કરવા કાકડી પણ અસરકારક ઉપાય છે. જ્યાં પણ તમને વંદા દેખાય ત્યાં કાકડીની સ્લાઈસ કરીને મૂકી દેવી. કાકડીમાં આવતી ગંધને કારણે તે નાસી જશે.

* એક વાટકી માં થોડો બોરિક પાવડરને ઘઉંના લોટમાં મિક્સ કરીને તે વાટકીને કેબિનેટની અંદર કે બહાર રાખવી. આનાથી વંદા ઘર છોડવા મજબુર બની જશે.

* કેરોસીન ઓઈલનો ઉપયોગ કરવાથી પણ વંદા ભાગવા લાગે છે. પરંતુ કેરોસીનની ગંધને થોડા સમય પુરતી તમારે સહન કરવી પડશે.

* તમાલપત્રનો ઉપયોગથી કરવાથી પણ વંદા ભાગે છે. ઘરના જે ખૂણામાં વંદા હોય ત્યાં તમાલપત્રના પાંદડાના નાના નાના ટુકડા કરીને વેરવા. આની વાસથી વંદા ઘરમાંથી છુમંતર થઇ જશે. સમય સમય પર આ પાન બદલતા રહેવા જેથી તેની સુગંધ આવતી રહે.

Comments

comments


18,967 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 8 =