જાણો, રતન ટાટા ના સંપૂર્ણ જીવનની અજાણી વાતો…

tata

અમુક લોકોની ઓળખાણ તેમના બીઝનેસ ને કારણે થતી હોય છે. ભારતીય ઉદ્યોગ જગતમાં એક એવું જ નામ છે બીઝનેસ ટાયકૂન રતન ટાટા નું. રતન ટાટા ના માતા-પિતા તેમના જન્મ બાદ અલગ થયા હોવાથી તેમની પરવરીશ તેમની દાદી નવજબાઈ એ કરી હતી.

*  રતન ટાટા એ પોતાના કરિયર ની શરૂઆત ૧૯૬૧માં કરી અને ટાટા ૧૯૯૧માં કંપનીના ચેરમેન બન્યા. ત્યારબાદ વર્ષ ૨૦૧૨માં રીટાયરમેંટ થયા.

*  ટાટા નો જન્મ ૨૮ ડીસેમ્બર ૧૯૩૭માં ગુજરાતના સુરત માં ખુબ જ ઘનવાન ઘરમાં થયો હતો. ઘર્મથી તેઓ પારસી છે.

*  એક સફળ બીઝનેસમેન હોવા છતા ટાટા પ્રેમ માં અસફળ રહ્યા. તેથી આ જ કારણ છે કે તેમને આજ સુધી લગ્ન નથી કર્યા. ટાટા ને ચાર વખત પ્રેમ થયો. જયારે અમેરિકન છોકરી સાથે પ્રેમ થયો અને તે સબંધોને લઈને સીરીયસ હતા ત્યારે તેઓ ભારત આવ્યા અને ૧૯૬૨માં ભારત-ચીન વચ્ચે યુધ્ધ થયું ત્યારે અનેરીકન છોકરી ઇન્ડીયા ન આવી શકી અને તેણે બીજા સાથે લગ્ન કર્યા. કદાચ આજ કારણે તેઓ પોતાની લવ લાઈફ વિષે કોઈ સાથે વાત નથી કરવા માંગતા.

*  ગરીબ લોકો પણ ખરીદી શકે એ માટે ટાટા એ નેનો જેવી કાર બનાવી. પણ, પોતે લક્ઝરી કાર્સ માં સફર કવાનું પસંદ કરે છે. રતન ટાટા પાસે ફરારી, મજરાતી ક્વાત્રોપોર્ટે, મર્સીડીઝ એલએસ ૫૦૦, લેન્ડ રોવર ફ્રીલેન્ડર અને બે દશક જૂની Chrysler Sebring જેવી કાર્સ છે. પોતાના ખાલી સમય માં તેઓ આ લક્ઝરી કારમાં ડ્રાઈવ કરવાનું, પિયાનો વગાડવાનું અને એરોપ્લેન ઉડાવવાનું પસંદ કરે છે.

Ratan-Tata-in-his-Ferrari-California

*  ટાટા ની કંપની હેઠળ ૧૦૦ કંપની આવે છે. ટાટા ચા થી લઇ ૫ સ્ટાર હોટેલ, સોઈ થી લઇ સ્ટીલ સુધી, નેનો કાર થી લઇ વિમાન સુધીની તમામ વસ્તુઓ નું ઉત્પાદન કરે છે.

*  ટાટા ને ૨૦૦૦માં પદ્મભૂષણ અને ૨૦૦૮માં પદ્મવિભૂષણ થી સમ્માનિત કરવામાં આવ્યા છે.

*  શાંત સ્વભાવના રતન ટાટા પાતાની શાહી ઠાઠ બાઠ માં સહેજપણ કમી નથી. તેથી જ તેઓએ Colaba જેવી મોંધી જગ્યામાં પોતાનો આશીયાનો બનાવ્યો છે. ટાટા મુંબઈના કોલાબો જેવા લક્ઝરી એરિયામાં સમુદ્ર કિનારે રહે છે. તેમને પોતાના આલીશાન બંગલાને સફેદ રંગ થી સજાવ્યો છે.

2

*  ટાટા જેટલા મોટા ઉદ્યોગપતિ છે તેટલા જ દરિયાદિલી ઇન્સાન પણ છે. ૨૬/૧૧ માં મુંબઈ સ્થિત આંતકી હુમલામાં તાજ હોટેલ સળગી ગઈ હતી. ત્યારે હોટેલ છ મહિના માટે બંધ કરવામાં આવી. આ સમગ્ર ઘટના દરમિયાન નવા અને જુના એમ તમામ કર્મચારીઓને ટાટા એ છ મહિના સુધી હોટેલ બંધ હોવા છતા સેલરી આપી હતી. ઉપરાંત હુમલામાં મરી ગયેલ કર્મચારી ના પરિવારો માટે લાઈફટાઈમ પેન્શન આપવાની પણ ઘોષણા કરી.

*  પોતાના રીટાયરમેન્ટ બાદ ખાલી સમય માં તેઓ પુસ્તકો વાંચવાનું વધુ પસંદ કરે છે. તેમને સફળ લોકોની અસફળ કહાનીઓ વાંચવામાં વધારે રૂચી છે.

*  જાનવરો ને પણ ટાટા પ્રેમ કરે છે. તેમની પાસે બે જર્મન શેફર્ડ ડોગ્સ પણ છે.

Ratan-Tata-Future-621x414

Comments

comments


13,632 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 54