લોકોની બઢતી થવા છતા પણ ભારતમાં આજે લોકો સંયુક્ત પરિવારમાં રહેવાનું પસંદ કરે છે. આનું કારણ માત્ર પ્રેમ છે, જે દરેક લોકોના દિલને જોડે છે. એટલા માટે જ જોઈન્ટ ફેમેલી (સંયુક્ત પરિવાર) ભારતીય સમાજનો હિસ્સો છે, જે બધા સુખ અને દુ:ખને સાથે શેર કરે છે.
જોઈન્ટ ફેમેલીમાં જ્યાં એકબાજુ મજાક મસ્તી થાય છે તો બીજી બાજુ લડાઈ ઝધડા થવા એ સામાન્ય બાબત છે. જોઈન્ટ ફેમેલીમાં સૌથી વધારે આનંદ તહેવારોમાં આવે છે જયારે દાદા-દાદી, કાકા-કાકી અને વધારે ભાઈ-બહેનો આ બધા મળીને તહેવારોનું સેલિબ્રેશન કરે છે.
જો તમે જોઈન્ટ ફેમેલીમાં જ રહીને મોટા થયા હોવ તો તમે સૌથી વધારે ભાગ્યશાળી માણસ છો. કારણકે તમને બધાનો પ્રેમ મળે છે. જોઈન્ટ ફેમેલીમાં રહેવાના ઘણા બધા ફાયદાઓ છે, જેને જાણીને તમે ખુશ-ખુશ થઈ જશો.
ઘણાં બધા ભાઈ-બહેનો
જોઈન્ટ ફેમેલીમાં તમારે ઘણાં બધા ભાઈ-બહેનો હોય છે, જેને કારણે તમે અલગ રહેવા ઈચ્છતા હોવ તો પણ નો રહી શકો, પછી તમે તમારા માતા-પિતાના એક જ સંતાન કેમ નો હોય.
સારું ખાવાનું
જો તમે જોઈન્ટ ફેમેલીમાં રહો છો તો તમને ખાવામાં પ્રોબ્લેમ નહિ પણ સારું સારું મળશે. કારણકે તમારા મમ્મી તમને સારું સારું ભોજન બનાવી આપશે. જો તમારા મમ્મી ઘરે ન હોય તો તમારા કાકી પણ તમને પોતાના હાથેથી ખાવાનું બનાવી આપશે.
અંધવિશ્વાસનું પ્રભુત્વ
જોઈન્ટ ફેમેલીમાં તમને કોઈને કોઈ તો અંધવિશ્વાસી મળી જ જશે. જેમની વાતો પર આપણે ન ઈચ્છતા હોઈએ તો પણ વિશ્વાસ કરવો પડે છે અને માનવું પણ પડે છે. કારણકે જોઈન્ટ ફેમેલીમાં આપણે આ બધા સંબંધોથી બધાયેલા હોઈએ છીએ.
રજાનો આનંદ
જોઈન્ટ ફેમેલીમાં રહેવાનો એક વધુ ફાયદો છે રજાઓ. જેને લોકો આખા પરિવાર સાથે હસતા હસતા વિતાવે છે. મોટા લોકો અને નાના લોકો પોતાની અલગ અલગ રમતોમાં વ્યસ્ત હોય છે અને આવી મજા આખા પરિવાર સાથે જ આવે છે.
સ્વચ્છતામાં કાળજી
જોઈન્ટ ફેમેલીમાં રહેવા માટે તમારે સાફ-સફાઈની કાળજી લેવી પડે છે. કારણકે નાનપણથી જ તમને આ બધું શીખવાડવા માં આવે છે. હા, ક્યારેક ક્યારેક આનાથી હેરાન પણ થઈ જવાય છે પરંતુ, એક સ્વસ્થ જીવન માટે આ ખુબ જરૂરી છે.
વધારે રક્ષણાત્મક ડ્રામા
ઓવર પ્રોટેકટીવ ડ્રામાનું નામ સાંભળતા જ આપણા મગજમાં સૌથી પહેલા જોઈન્ટ ફેમેલી આવશે કેમ કે, મોડી રાત સુધી બહાર ન રહેવું, કોઈ જગ્યાએ એકલું ન જવું વગેરે તમને જોવા મળશે. ઉપરાંત આવું બધું તમને ફક્ત જોઈન્ટ ફેમેલીમાં જ જોવા મળશે.