જાણો, ભારતના આ મહાન મહર્ષિ ઓ વિષે…

Acharya Sushrut (1)

આર્યભટ્ટ : આર્યભટ્ટ ભારત ના પહેલા ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ હતા. આમણે જ દુનિયાને 0 ‘શૂન્ય’ ની ભેટ આપી. આર્યભટ્ટે પોતાના ગ્રંથ ‘આર્યભટીય’ માં લખ્યું છે કે તેમણે આ ગ્રંથની રચના કલયુગ ના ૩૬૦૦ વર્ષ વીતી ગયા પછી કરી અને આને લખતા સમયે તેમની આયુ ફક્ત ૨૩ વર્ષ જેટલી જ નાજુક હતી.

સુશ્રુત : સુશ્રુત ને ભારતના પહેલા ચિકિત્સક માનવામાં આવે છે. સુશ્રુત એક ઋષિમુની હતા. આમને શલ્ય ચિકિત્સા (સર્જક) ના પિતામહ માનવામાં આવે છે. લેખો અનુસાર મોતિયાબિંદુ, કુત્રિમ અંગ, ભંગ, પથરી, પ્લાસ્ટિક સર્જરી, મસ્તિષ્ક ચિકિત્સા વગેરે જટિલ સર્જરી માટે આમને ઓળખવામાં આવે છે.

પતંજલિ : મહર્ષિ પતંજલિ ભારતના શ્રદેયઋષિ છે, જેમણે યોગ ની કળા ને વિકસિત કરી. યોગસૂત્ર ના રચનાકાર ને શેષનાગ ના અવતાર માનવામાં આવે છે. પતંજલિ ને રસાયણ વિઘ્યા ના વિશિષ્ટ આચાર્ય માનવામાં આવે છે. અભ્રક, વિંદાસ, ધાતુયોગ અને લૌહાશાસ્ત્ર ની દેન પતંજલિ એ જ આપી છે. રાજા ભોજે પતંજલિ ને તન ની સાથે મન ના પણ ચિકિત્સક માન્યા છે. પતંજલિ એ જ ‘ચરક સંહિતા’ નામના ગ્રંહ ની રચના કરી.

બૌધાયન : બૌધાયન ભારતના ગણિતજ્ઞ અને શુલ્બસૂત્ર તથા શ્રૌતસૂત્ર ના રચયિતા હતા. બૌધાયને પાઈ (pi) માન ની ગણના કરી. Pythagoras Theorem પણ આમની જ ભેટ છે.

વરાહમિહિર : વરાહમિહિર ઈસા ની પાંચમી- છઠ્ઠી શતાબ્દી ના ભારતીય ગણિતજ્ઞ તથા ખગોળગજ્ઞ હતા. ત્રિકોણમિતિ માં આમનું મોટું યોગદાન છે. વરાહમિહિર બાળપણ થી જ અત્યંત મેધાવી અને તેજસ્વી હતા. તેમના પિતા આદિત્યદાસે પરંપરાગત ગણિત અને જ્યોતિષ શીખીને આ ક્ષેત્રમાં વ્યાપક શોધ કાર્ય કર્યું. આ મહર્ષિને શકાબ્દ ૪૨૭ માં વિદ્યમાન માનવામાં આવતા. આ ઉજ્જેન ના રહેવાસી હતા તેથી આ અવંતિકાચાર્ય પણ કહેવાયા.

Comments

comments


9,398 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 11