પેનડ્રાઈવ જોવામાં સાવ નાની લાગે પણ આના છે મોટા મોટા ફાયદાઓ. સામાન્ય રીતે એકબીજા ડેટાની આપલે કરવા માટે આપણે પેનડ્રાઈવનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ એટલી નાની હોય છે કે તમે આને કોઈપણ જગ્યાએ રાખી શકો છો. જો તમે તમારા જરુરી ડેટાઓને પેનડ્રાઈવમાં સેવ કરતા હોવ તો તેને લોક કરીને રાખવી અત્યંત જરૂરી છે.
એટલેકે તમે આમાં પાસવર્ડ નાખી શકો છો, જેથી કદાચ તમારી પેનડ્રાઈવ ખોવાઈ પણ જાય તો ડેટા તો સુરક્ષિત જ રહેશે અને કોઈના હાથમાં નહિ આવે. પેનડ્રાઈવને લોક કરવાની સારી વાત એ છે કે તમે કોઇપણ પ્રકારના સોફ્ટવેર વગર પણ આને લોક કરી શકો છો. આ માટે ફોલો કરો નીચેના સ્ટેપ્સ :-
* સૌથી પહેલા પેનડ્રાઈવને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરો. હવે My Computer માં જાઓ અને Pendrive માં રાઈટ ક્લિક કરો. પછી Turn on BitLock… પર ક્લિક કરો.
* આવું કર્યા બાદ એક વિન્ડો ખુલશે અને ત્યારબાદ અન્ય વિન્ડોઝ પણ ખુલશે અને આપમેળે બંધ પણ થઇ જશે.
* હવે અમુક ઓપ્શન્સ આવશે, તેમાંથી જણાવેલ વિકલ્પ પસંદ કરો અને એક વિન્ડો ખુલશે જેમાં Use a password to unlock the drive માં રાઈટ ક્લિક કરો અને Next ના બટન પર ક્લિક કરીને Save the recovery key to a file પર ક્લિક કરો અને ફરીવાર Next પર ક્લિક કરો.
* ત્યારબાદ અંતમાં Start Encrypting પર ક્લિક કરો. હવે ઇન્ક્રીપ્શન્સ સ્ટાર્ટ થશે અને એકવાર દેખાશે. આને પૂર્ણ થવામાં થોડો સમય લાગશે, જયારે આ પૂરું થાય ત્યારે આને ક્લોઝ કરી દેવું.
* હવે થોડા સમય બાદ પેનડ્રાઈવનેને ડીસકનેક્ટ કરીને ફરીવાર કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરો. ત્યારબાદ પેનડ્રાઈવમાં ડબલ ક્લિક કરીને આના માટે પાસવર્ડ પૂછવામાં આવશે. પછી પાસવર્ડ નાખી એન્ટરનું બટન પ્રેસ કરી તમે આને એક્સેસ કરી શકશો.