જાણો, દુનિયાની સૌથી મોટી ફિલ્મ સીટી ધરાવતા ભારતના હૈદરાબાદ સીટી વિષે…..

hyderabad-tourist-places-1000x509

હૈદરાબાદ ભારતના તેલંગાણા તથા આંધ્રપ્રદેશની સંયુક્ત રાજધાની છે. આ શહેર વિષે કહેવામાં આવે છે કે આ ખૂબસુરત શહેરને કુતુબશાહી પરંપરાના પંચ શાસક ‘મહમુદ્દ કુલી કુતુબશાહ’ એ પોતાની પ્રેમિકા ‘ભાગમતી’ ને ઉપહારના રૂપે ભેટમાં આપ્યું હતું.

*  આજે આ શહેરને ‘નિઝામો નું શહેર’ અને ‘મોતિયો નું શહેર’ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે જયારે ભારતમાં સૌથી ઘનવાન લોકોની ચર્ચા કરવામાં આવતી ત્યારે લોકોના મનમાં ટાટા, અંબાણી અને બિરલાનું નામ આવતું હતું, જે યોગ્ય નથી.

કારણકે ઘણા વર્ષો પહેલા ભારતના સર્વાધિક ઘનવાન અંતિમ નિઝામ ‘ઉસ્માન અલી ખાન’ ને માનવામાં આવે છે. તેમની કુલ સંપત્તિ ૨૩૬ અરબ ડોલર જાહેર કરવામાં આવી હતી.

*  હૈદરાબાદની ખુબસૂરતી ચારે તરફ ફેલાયેલ પહાડીઓ અને વચ્ચોવચ વહેતી ‘મુસા’ નદીથી જોઈ શકાય છે.

*  આને આજે ઐતિહાસિક શહેર માનવામાં આવે છે. અહીની ફેમસ ‘મક્કા મસ્જિદ’ જોવાલાયક છે.

802-biggest-mosque-in-hyderabad-mecca-masjid

*  નિઝામોમાં આ શહેરમાં મોટાભાગે મુસ્લિમ લોકો જ રહે છે. બહુ ઓછા હિંદુ છે. છતા પણ હિંદુ-મુસ્લિમ એકબીજા સાથે સંપીને રહે છે અને બધા જ તહેવારો ઉજવે છે.

*  દુનિયા ની સૌથી મોટી 3D IMAX સ્ક્રીન હૈદરાબાદ માં છે.

*  વિશ્વભરમાં મશહૂર કોહિનૂર હિરા ની ખાણ પણ અહી જ છે.

*  હૈદરાબાદ શહેરની ખાસિયત અને લોકોપ્રીય વાનગી ‘બિરયાની’ છે, જે લગભગ 140 વેરીએશન માં આવે છે.

*  સમગ્ર વિશ્વની સૌથી મોટામાં મોટી ફિલ્મ સીટી એટલેકે ‘રામૂજી’ ફિલ્મ સીટી પણ હૈદરાબાદમાં છે, જે 2000 જેટલા શાનદાર એકર જમીનમાં ફેલાયેલ છે. આ ફિલ્મ સીટીમાં બોલીવુડ ઉપરાંત હોલીવુડની ફિલ્મ્સ પણ શૂટ થાય છે. આ દરેક પ્રકારની સુખ-સુવિધાથી સજ્જ છે. આમાં 500 કરતા પણ વધુ સેટ લોકેશન્સ છે. આના વિષે વધારે માહિતી અમે તમને અગાઉ જણાવી ચુક્યા છીએ.

shutterstock_240738934

*  નિઝામી ઠાઠ-બાઠ અને આ શહેરમાં મુખ્ય રૂપે આકર્ષક એવું ચારમિનાર, હુસૈન સાગર લેક, મક્કા મસ્જિદ, એન ટી આર બાગ, સ્નો વર્લ્ડ, કમળ સરોવર, નેહરુ સંગ્રહાલય, સંધી મંદિર, બિરલા મંદિર, સાલારજંગ સંગ્રહાલય વગેરે છે, જે આ શહેરને એક અલગ અને આગવી ઓળખ આપે છે.

*  દરવર્ષે દક્ષીણ ભારતની ફિલ્મો એટલેકે ટોલીવુડ ની મોટાભાગની મુવીઝ નું શુટિંગ હૈદરાબાદ માં જ થાય છે.

*  આ શહેરના નામ પાછળ પણ એવી ઘારણા છે કે મહમુદ્દ કુલી કુતુબશાહ એક સ્થાનીય બંજારા છોકરી ભાગમતીના પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા. બાદમાં તેમણે આ શહેરને ‘ભાગ્યનગરમ’ એવું નામ આપ્યું. ઇસ્લામ સ્વીકાર કર્યા બાદ ભાગમતીનું નામ ‘હૈદર મહાલ’ અને શહેરને પણ નવું નામ હૈદરાબાદ (‘હૈદરે વસાવેલ શહેર’) આપ્યું.

*  અહીનો ફલકનુમા પેલેસ સુંદરતાની દ્રષ્ટિએ સૌથી ઉંચાઈએ છે. આ એક મહેલ-હોટેલ છે. આને ઇટલીના વાસ્તુશાસ્ત્ર મુજબ બનાવવામાં આવ્યો છે. હાલમાં આને હેરીટેજ હોટેલનો દર્જો આપવામાં આવ્યો છે. બોલીવુડના ‘દબંગ’ સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના લગ્ન આ જ પેલેસમાં કરવામાં આવ્યા હતા.

11_17_hyderabad_01

Comments

comments


9,628 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 9