આપણા ભારતના નેપાળમાં આવેલ માઉન્ટ એવરેસ્ટ સમુદ્રતળની ઉપર ૮૮૪૮ મીટર (૨૯,૦૨૯) આવેલ શિખર છે. માઉન્ટ એવરેસ્ટ પૃથ્વી પર આવેલ સૌથી ઊંચામાં ઉંચો શિખર છે. આ સગરમાથા અંચલ, નેપાળ, તિબ્બત અને ચીન વચ્ચેની સીમા પર સ્થિત છે.
આ આપણા હિમાલય પર્વત શ્રુંખલાનો જ એક ભાગ છે. આ શિખર ચટ્ટાનો (ભેખડ) ની જેમ કઠોર બરફથી બનેલ છે. આની ઉપર જે બરફનું પડ જામેલ છે તેની ઊંચાઈ વર્ષ દરમિયાન ૧.૫ થી ૨ મીટર સુધી વધતી-ધટતી જાય છે. આપણે માઉન્ટ એવરેસ્ટ વિષે ઘણું બધું વાંચ્યું હશે પણ અહી દર્શાવેલ વાતો કદાચ તમે નહિ જાણતા હોવ.
* માઉન્ટ એવરેસ્ટ પર હવાની ગતિ ૩૨૧ કિલોમીટર પ્રતિકલાક સુધી પહોચી શકે છે. અત્યાર સુધી લગભગ ૨૮૦ જેટલા માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરતા કરતા મરી ચુક્યા છે.
* અત્યારે સુધી ૪૦૦૦ જેટલા લોકો માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરવાની કોશિશ કરી ચુક્યા છે.
* તેનજીંગ નોર્ગે અને એડમંડ હિલેરી નામના બે વ્યક્તિ સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ પર ૬૨ વર્ષ પહેલા ચઢાઈ કરી હતી.
* નેપાળ ની હવાઈ યાત્રા મેળવીને પ્રતિ વ્યક્તિ ને ૮૦,૦૦૦,૦૦ રૂપિયા આની ચઢાઈ કરવામાં ખર્ચો લાગે છે.
* આની ચઢાઈ કરવામાં બે મહિનાનો સમય લાગે છે.
* માઉન્ટ એવરેસ્ટની ઉપરથી નીચે ઉતરતા ૩ દિવસનો સમય લાગે પણ ૨૦૧૧માં ૨ નેપાળી પૈરાગલાન્ડીંગ ની મદદથી માત્ર ૪૫ મિનીટ માં જ નીચે ઉતરી ગયા હતા.
* અત્યાર સુધી ૧૯ ભારતીયો એ માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરવામાં સફળતા મેળવી છે.
* આજે આ પર્વતની આજુબાજુ લોકો દ્વારા નાખવામાં આવેલ ૫૦ ટન કરતા વધારે કચરો છે. આમાં ઓક્સીજન ટેંકથી લઇ ટેન્ટ અને અન્ય સામનો હોય છે.
* ‘જોર્ડન રોમેરો’ એવા વ્યક્તિ છે જેમણે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરવામાં સફળતા મેળવી હતી. ત્યારે તેમની આયુ ફક્ત ૧૩ વર્ષ જ હતી.
* ‘યુઈચીરો મીયુરા’ એ વ્યક્તિ છે જેને આમાં ચઢાઈ કરવામાં સફળતા મળી હતી. આ વ્યક્તિની ઉમર ૮૦ વર્ષની હતી.
* ‘પ્રેમ દોરજી શેરપા’ અને ‘મોની મુલેપતી’ દુનિયાના પહેલા કપલ છે જેમણે લગ્ન ૨૦ મે ૨૦૦૫માં માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરીને લગ્ન કર્યા હતા.
* માઉન્ટ એવરેસ્ટ પર્વતનું અંગ્રેજીમાં નામ ઈંગ્લેંડના ‘જોર્જ એવરેસ્ટ’ પરથી રાખવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાનિક હતા, જેમણે ૧૮૩૦ થી ૧૮૪૩ ની વચ્ચે ભારતમાં ઊંચા પહાડોના શિખરો વિષે સર્વેષણ કર્યું હતું.