દીપિકા પાદુકોણ આજે બોલીવુડની સૌથી સફળ અભિનેત્રી માંથી એક છે. દીપિકા એ ફિલ્મોમાં અભિનય કરતા પહેલા મોડેલિંગ માં પણ કામ કર્યું છે. તે સૌથી પહેલા હિમેશ રેશમિયાની સાથે “નામ હે તેરા તેરા” વીડીયો માં જોવા મળી હતી. 2007 માં આવેલ ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” ને જોયા બાદ એ માનવામાં આવ્યું કે બોલીવુડને એક ચમકતો સિતારો મળી ગયો છે.
જાણો દીપિકા પાદુકોણ વિષે કેટલીક અજાણી વાતો….
* દીપિકા પાદુકોણનો જન્મ 5 જાન્યુઆરી 1986 માં કોપનહેગન, ડેનમાર્ક માં થયો હતો. જયારે દીપિકા ની ઉમર 11 મહિનાની હતી ત્યારે તેમનો પરિવાર બેંગલોરમાં શિફ્ટ થઇ ગયું.
* દીપિકાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 2006 માં આવેલ કન્નડા ફિલ્મ “ઐશ્વર્યા” થી કરી હતી.
* દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ એક સારા બેડમિંટન ખેલાડી રહી ચુક્યા છે અને તેની માતા ઉજાલા એક ટ્રાવેલ એજન્ટ છે.
* “રામ લીલા” ફિલ્મ દરમિયાન રણવીર સિંહ સાથે તેની નિકટતા વધી અને રણવીરે તેને ખૂબ જ મહેનતી અને શિસ્તબદ્ધ જણાવી.
* “ચાંદની ચોક ટુ ચાઇના” ફિલ્મ માટે દીપિકા “જાપાનીઝ માર્શલ આર્ટ” શીખી.
* દીપિકા તેના પિતાની જેવી જ એક સારી બેડમિન્ટન ખેલાડી હતી અને તે રાષ્ટ્રીય સ્તરે પણ બેડમિંટન રમી ચુકી છે.
* 2008 માં “વર્લ્ડ સેક્સિએસ્ટ વિમેન” ની યાદીમાં દીપિકાને શામેલ કરવામાં આવી.
* દીપિકા અનુપમ ખેર ની ખુબજ મોટી ચાહક છે અને તેને તેની પાસેથી અભિનય પણ શીખ્યો છે.
* દીપિકા પદુકોણ ના ભૂતપૂર્વ બોયફ્રેન્ડે દીપિકા માટે “Beau Monde towers Prabhadevi” માં એક લકઝરી ફ્લેટ ગીફ્ટમાં આપ્યો છે.
* દીપિકા ઝારા નામની બ્રાંડના કપડા પસંદ કરે છે.
* ફિલ્મ “ચેન્નાઇ એક્સપ્રેસ” માટે રોહિત શેટ્ટી “મીનામ્મા” ની ભૂમિકા માટે કરીના કપૂરને લેવા માગતા હતા પરંતુ, બીઝી શેડ્યુલ ના કારણે કરીનાએ આ ફિલ્મ છોડી ત્યારબાદ દીપિકાએ રોલ ઓફર કરવામાં આવ્યો.
* કભી- કભી (1976) અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (1995) એ દીપિકાની ફેવરીટ ફિલ્મો છે.
* દીપિકાને સૌથી વધારે ખુશી ત્યારે થઇ જયારે તેને પોતાની મહેનતની કમાઈ થી ફ્લેટ ખરીદ્યો.
* અમિતાભ બચ્ચન નું કહેવું છે કે જો દીપિકા તેના જમાનામાં હોત તો તે દીપિકા સાથે રોમાન્સ કરવાનું પસંદ કરે.
* દીપિકા પાદુકોણ બોલિવૂડની પ્રથમ એવી અભિનેત્રી છે જેની એક પછી પછી 4 ફિલ્મોએ 100 કરોડથી વધારે કમાણી કરી છે.
* અભિનેત્રી બનતા પહેલાં દીપિકાએ એક મોડેલ તરીકે “લેક્મે ફેશન વીક” માં ભાગ લીધો હતો. જેમાં 2005 માં તેને મોડલ ઓફ ધ યર બનાવી હતી.
* દીપિકા બોલીવુડમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન અને શાહરૂખ ખાન તથા હોલીવુડમાં રીચાર્ડ ગેરે, બ્રેડ પીટ અને જોની ડેપને ખુબજ પસંદ કરે છે.
* દીપિકા જેટલી એક્ટિવ પોતાના ફિલ્મને લઈને રહે છે તેટલી જ સામાજિક કાર્યો માં પણ છે. તે મહારાષ્ટ્રના અંબે ગામમાં પાણી અને વીજળીની સુવિધા પૂરી પાડવામાં મદદ કરે છે.
* રણબીર કપૂર સાથે બ્રેકઅપ બાદ દીપિકા સિદ્ધાર્થ માલ્યા સાથે વારંવાર જોવા મળી. દીપિકા માટે સિદ્ધાર્થ માલ્યાએ પોતાનું વજન ઘટાડ્યું જેથી તેની અને દીપિકાની જોડી સારી લાગે.