ફોરેન ટ્રીપ કોને કરવી ન ગમે. અને એમાં પણ બેંકોક નું નામ આવે તો કોણ અહી જવાની ના કોણ પાડે? બેંકોક દક્ષીણ પૂર્વી એશીયાઇ દેશ થાઇલેન્ડની રાજધાની છે. અહીની અનેક વસ્તુઓ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
બેંકોક દુનિયાના પ્રખ્યાત ટુરીઝમ સ્થળ માંથી એક છે. અહીના બ્યુટીફૂલ બીચીસ, ઇન્ટરનેશનલ હોટેલ્સ, શોપિંગ મોલ, શાનદાર ક્લબ, નાઈટ શો વગેરે જોવાલાયક હોય છે. વેલ, એક બ્યુટીફૂલ એવા બેંકોક વિષે એવી ઘણી બધી જાણવા લાયક વાતો છે, જેણે આપણે નથી જાણતા. તો ચાલો જાણીએ….
* બેંકોક નું પૂરું નામ ‘પાલી’ અને ‘સંસ્કૃત’ ભાષાઓથી આવે છે.
* બેંકોક ટુરીસ્ટ અને ફોટોગ્રાફરની સૌથી પસંદગીની જગ્યા છે. ઉપરાંત નાઈટલાઈફ ના શોખીનો માટે આને જન્નત માનવામાં આવે છે.
* જો કોઈ સામાન્ય માણસ ભારતની 5 સ્ટાર હોટેલમાં જાય તો તેના માટે આ ખુબ જ મોંધુ પડે પણ બેંકોકમાં તમને આ સુવિધા ખુબ જ સસ્તી મળશે. મૈનીક્યોર, સ્પા જેવી અનેક સુવિધાઓ સાથે બેંકોકની 5 સ્ટાર હોટેલની લકઝરી સુવિધા તમને માત્ર ૧૦૦ ડોલર પ્રતિદિન મળશે.
* અહીના નાઈટક્લબ ની વાત જ શું કરવી. અહીના ‘ખાઓ સન રોડ’ માં તમે નાઈટક્લબ, પબ, રેસ્ટોરન્ટ અને ઘણી બધી વસ્તુઓનો આનંદ માણી શકો છો. આ આખો એરિયા પાર્ટી માટે જગજાહેર છે. અહી પણ તમને ઓછા પૈસામાં સારી એવી સુવિધાઓ મળશે.
* પુરા થાઇલેન્ડમાં બેંકોક એવું શહેર છે જ્યાં તમે ઓછા પૈસે વધુ ખરીદી કરી શકો છો.
* દુનિયાની સૌથી મોટી સ્વર્ણ બુદ્ધ પ્રતિમા બેંકોક માં છે, જે લગભગ ૧૦ ફૂંટ ઉંચી છે.
* બેંકોકમાં તમને રેવપાર્ટીથી લઇ ઇન્ટિમેટ મસાજ પાર્લર વગેરે બધું અહી મળશે.
* અહીના લોકો પોતાના માથાને સૌથી પવિત્ર અંગ માને છે.
* જે રીતે ભારતમાં સ્ટ્રીટ ફૂડ સ્ટોલ્સ (લારીવાળા) હોય છે તેવી જ રીતે બેંકોકમાં પણ ચટાકેદાર ભોજન ની લારીઓ લાગેલ હોય છે.
* બેંકોકમાં એક ‘ચાઈના ટાઉન’ નામનો એરિયા છે, જ્યાં જવાથી તમને ચાઈના માં જવાની ઈચ્છા પૂરી થઇ જશે. અહીના રોડ્ઝ, ચાઇનીઝ ટેમ્પલ અને ઘણું બધું ચાઈના જેવું જ બનેલ છે.
* બેંકોક દુનિયાના સૌથી વધુ ગરમ શહેરો માંથી એક છે. અહી સૌથી ગરમ મહિનો એપ્રીલ માનવામાં આવે છે. આ મહીને અહી ‘સોંગક્રન’ તહેવાર મનાવવામાં આવે છે જેણે હોળીની જેમ જ ઉજવવામાં આવે છે. પણ આમાં રંગોની જેમ નહિ પણ ખાલી પાણીનો જ ઉપયોગ થાય છે.
* બેંકોક માં દરવર્ષે ૧૧ કરોડ કરતા પણ વધારે લોકો ફરવા માટે જાય છે.
* થાઇલેન્ડ ના ૯૫ ટકા કરોડપતિ લોકો બેંકોક માં જ રહે છે.
* આખી દુનિયામાં પ્રખ્યાત ડ્રીંક ‘રેડ બુલ’ ની શોધ બેંકોક માં જ કરવામાં આવી છે.